ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રીનો મેળો (Shivratri Melo)શુક્રવારથી શરૂ થવાનો છે. તેથી તેના તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢ (Junagadh) ના ભવનાથમાં પરંપરાગત રીતે ઉજવાતા આ મેળમાં પાંચ દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ મેલાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
શિવરાત્રીના મેળાને મીની કુંભ કહેવામાં આવે છે. ભવનાથ મહાદેવનો શિવરાત્રી નિમિતે યોજાતા પરમ્પરાગત મેળા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા મેડિકલ, પાણી સુવિધા વગેરેની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તેમજ વધારાની બસો દોડાવશે. ઉપરાંત ભરડાવાવથી આગળ વાહનપ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો. પાર્કિંગ સુવિધા પણ ઉભી કરાઈ છે. મહાનગરપાલિકા દ્વારા મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે પાણીની તેમજ સફાઈ અંગેની પણ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત અલગ-અલગ સ્ટોલ પણ ઉભા કરવા આવશે.
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી શિવરાત્રીનો મેળો માત્ર પ્રતિકાત્મક સાધુ-સંતો માટે જ યોજાતો હતો પરંતુ આ વર્ષે સરકારે તમામ લોકો માટે છૂટછાટ આપતા શ્રદ્ધાળુઓમાં અને ખાસ કરીને સાધુ સંતોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને લોકોને આ મેળામાં આવવા માટે પણ અપીલ કરવામાં આવી છે
25મી ફેબ્રુઆરી શુક્રવારથી હર હર મહાદેવ ના નાદ સાથે શિવરાત્રી મેળાની શરૂઆત થશે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. શિવરાત્રીની રાત્રે રવાડી બાદ મેળાની પૂર્ણાહુતી થશે.
મહાશિવરાત્રીના મેળા અંતર્ગત જુનાગઢ શહેરમાં મજેવડી દરવાજા પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ભવનાથ જવા માટેનો નવો રૂટ હીરો હોન્ડા શોરૂમથી ભારત મિલના ઢોરા પરથી પસાર થતો રસ્તો નક્કી કરાયો છે. જેના રિપેરિંગ તેમજ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ રૂટ ઉપર આવનાર યાત્રીઓને કોઈપણ જાતની સમસ્યા ન સર્જાય તે માટે લાઈટની પણ તાત્કાલિક વ્યવસ્થા કરવાની સૂચના અપાઇ છે.
ભવનાથમાં યોજાતો શિવરાત્રીનો મેળો સમગ્ર રાજ્યના લોકો માટે અનેરું મહત્ત્વ ધરાવે છે. કોરોનાના કારણે છેલ્લા બે વખતથી આ મેળો ભક્તો માટે યોજાયો નહોતો. આ વર્ષે ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ સ્વરૂપે આયોજિત થશે. મેળામાં સાધુ સંતોના ઉતારા ધમધમવા લાગશે અને મુલાકાતીઓ માટે વિવિધ રાઈડ્સ અને સ્ટોલ પણ લગાવવામાં આવશે. મેળાના છેલ્લા દિવસે નીકળતી સાધુ-સંતોની રવાડીના દર્શન કરવા માટે પણ લોકોને મંજૂરી આપવામાં આવશે.
આ પણ વાંચોઃ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય-પ્રવક્તા-કાર્યકરો સહિત AAPના હોદ્દેદારો-સામાજિક આગેવાનો પણ ભાજપમાં જોડાયા
આ પણ વાંચોઃ જામનગરની શોભા વધારતા લાખોટા તળાવનો અનોખો ઇતિહાસ છે, જાણો આ તળાવ કેમ ખાસ છે
Published On - 12:24 pm, Tue, 22 February 22