હૃદય કંપાવી દે એવો કિસ્સો: કડીમાં કોઈ નવજાત બાળકીને કોથળીમાં બંધ કરી, ખેતરમાં મુકીને જતું રહ્યું

|

Nov 29, 2021 | 6:44 AM

Mehsana: રાજ્યમાં વધુ એક બાળક તરછોડવાનો કિસ્સો સામે આવ્યો છે. કડી તાલુકાના ગામમાં અવાવરું જગ્યાએ કોઈ બાળકીને મૂકી જતા ચકચાર મચી ગયો.

Mehsana: કડી (Kadi) તાલુકાના બાવલું પોલીસ સ્ટેશનનાની હદમાં આવેલ કણજરી ગામની સીમમાંથી એક નવજાત બાળકી (New born child) મળી આવી છે. માસૂમ બાળકીને જન્મતાની સાથે જ કોઇ અજાણ્યા વ્યક્તિ કડી તાલુકાના કણજરી ગામની સીમા ત્યજીને ફરાર થઈ ગયું હતું. કડી તાલુકાના કણજરી ગામ પાસે આવેલ ગ્રીન રીટ્રીટની સાઈડ્સ ચાલી રહી હતી ત્યાં કોથળીને બાળકીને અંદર મૂકીને કોઈ અજાણ્યા વ્યક્તિઓ ફરાર થઈ ગયાં હતાં.

સાઇટ ઉપર કામ કરતા મજૂરોને બાળકી રોતી હોવાનો અવાજ આવતા તેઓ ચોંકી ઊઠ્યાં હતા. બાદમાં બાવલુ પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા બાવલું પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે એક સો આઠ એમ્બ્યુલન્સને જાણ કરીને ઘટના સ્થળે એમ્બ્યુલન્સ આવી ગઇ.

108 મારફતે સારવાર અર્થે બાળકીને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો ઘટનાની જાણ બાવલુ પોલીસ સ્ટેશનને થતા બાવલુ પોલીસ સ્ટેશનના મહીલા કોન્સ્ટેબલ લક્ષ્મીબેન રબારી અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને બાળકીની દેખરેખ રાખી હતી. હાલ બાવલુ પોલીસ સ્ટેશનના મહીલા કોન્સ્ટેબલ સોલા સિવિલ ખાતે બાળકીની દેખરેખ રાખી રહ્યાં છે. તેમજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: મુકેશ અંબાણી પોતાના બાળકોમાં સંપતિની વહેંચણીને લઈને બન્યા ગંભીર, આ યોજના દ્વારા થશે રિલાયન્સના ઉત્તરા અધિકારીની નિમણુક

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ચિંતાના વાદળો, થાણેમાં ઓમીક્રોન વેરીઅન્ટની એન્ટ્રી ? જાણો શું છે સમગ્ર મામલો

Next Video