4 જુલાઈએ વડાપ્રધાન મોદી આવશે ગુજરાતના ટૂંકા પ્રવાસે, ડિજિટલ ભારત સપ્તાહની કરાવશે શરૂઆત

|

Jul 02, 2022 | 4:44 PM

4 જુલાઈએ વડાપ્રધાન મોદી આવશે ગુજરાતના ટૂંકા પ્રવાસે, ડિજિટલ ભારત સપ્તાહની શરૂઆત કરાવશે

4 જુલાઈએ વડાપ્રધાન મોદી આવશે ગુજરાતના ટૂંકા પ્રવાસે, ડિજિટલ ભારત સપ્તાહની કરાવશે શરૂઆત
PM Modi
Image Credit source: File Image

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat)  જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપના મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  ફરી વતનના ટુંકા પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી 4 જુલાઈએ ગુજરાતના ટુંકા પ્રવાસે આવવાના છે. તેઓ બપોરે 3 કલાકે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ 4 વાગ્યા સુધી ગાંધીનગરના રાજભવનમાં રોકાશે. 4.30 કલાકે વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર પહોંચશે અને ડિજિટલ ભારત સપ્તાહની(Digital Bharat Week)  શરૂઆત કરાવશે. તે પછી તરત જ સાંજે 6 વાગ્યે વડાપ્રધાન મોદી અમદાવાદથી દિલ્હી પરત જવા માટે રવાના થશે.

ભારતનેટ પ્રોજેક્ટ થકી 99.97 ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ભારતનેટ પ્રોજેક્ટ થકી 99.97 ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચાડી છે. રાજ્યમાં હાલમાં ભારતનેટ પ્રોજેક્ટ અંતર્ગત 35,000 કિમીથી વધુ લંબાઈના અંડરગ્રાઉન્ડ કેબલ્સ પાથરવામાં આવ્યા છે. આ કનેક્ટિવિટીના કારણે ગ્રામીણ વિસ્તારો સહિત સમગ્ર ગુજરાતમાં તમામ સરકારી સેવાઓ નાગરિકોને ઘરબેઠાં જ પ્રાપ્ત થશે. ગુજરાત માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે હાલ રાજ્યના ‘સ્ટેટલેડ’ મોડલથી ભારત નેટ ફેઝ-2નું અમલીકરણ દેશના 9 રાજ્યોમાં કરવામાં આવી રહ્યું છે. આ ઉપલબ્ધિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવે છે કે, ગુજરાતે વિવિધ ડિજિટલ પ્રોજેક્ટ્સની પહેલ કરી છે.

રાજ્યની લગભગ તમામ ગ્રામપંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચી ચૂકી છે. તેના કારણે ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા સામાન્ય માણસો પણ હવે વિવિધ સરકારી સેવાઓના લાભ સરળતાથી મેળવી શકશે. રાજ્યના પ્રત્યેક નાગરિક સુધી સરકારી સેવાઓની ડિજીટલ પહોંચ અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ.

આ પણ વાંચો

ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટીથી ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમને મળશે વેગ

શરૂઆતના વર્ષોમાં કનેક્ટિવિટી તેમજ અન્ય પ્રશ્નોને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અપેક્ષિત સેવાઓ ઘણીવાર પહોંચાડવી મુશ્કેલ બનતી હતી. રાજ્યના છેવાડાના નાગરિકોને ઘરે બેઠા નાગરિકલક્ષી સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થાય, તે માટે વર્ષ 2020માં ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી વધવાથી ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમને હવે વેગ મળશે. હાલ આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના 11 વિભાગોની 312 જેટલી સેવાઓ 14000થી વધુ ગ્રામપંચાયતો દ્વારા સુલભ કરવામાં આવી છે અને તેના દ્વારા 70 લાખથી વધુ નાગરિકોની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આજે ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા લોકોને ગામમાં જ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવતો ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ દેશ માટે દિશાદર્શક બની રહ્યો છે. જે ખૂબ જ ગર્વની બાબત છે.

Published On - 4:27 pm, Sat, 2 July 22

Next Article