GANDHINAGAR : PM MODIએ સ્વીકાર્યું રાજ્ય સરકારનું આમંત્રણ, વધુ એક વાર વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે

|

Jul 29, 2021 | 11:52 AM

Pradhanmantri Garib Kalyan Ann Yojana : અન્ન ઉત્સવ કાર્યક્રમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યમાં વિના મૂલ્યે અન્ન વિતરણ થશે.આશરે 17000 સસ્તા અનાજની દુકાનો પર અંદાજે 71 લાખ કાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજ મળશે.

GANDHINAGAR : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારનું આમંત્રણ સ્વીકાર્યું છે. 3 ઓગસ્ટે PM MODI ગુજરાત સરકારના અન્ન ઉત્સવ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. અન્ન ઉત્સવ કાર્યક્રમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યમાં વિના મૂલ્યે અન્ન વિતરણ થશે.આશરે 17000 સસ્તા અનાજની દુકાનો પર અંદાજે 71 લાખ કાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજ મળશે. આ અન્ન ઉત્સવ માટે ગોધરામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાઈ શકે છે. અન્ન ઉત્સવ કાર્યક્રમમાં PM MODI વર્ચ્યુઅલ માધ્યમથી હાજર રહેશે અને કાર્યક્રમમાં સંબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ પહેલી ઓગસ્ટથી લઈ નવમી ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવનાર છે. કોરોના નિયમોના ચુસ્ત પાલન સાથે રાજ્યભરમાં ઉજવણીના કાર્યક્રમો નક્કી થશે. વિજય રૂપાણી સરકારમાં જનઉપયોગી કાર્યોને વધુ સક્રિયતાથી આગળ લઈ જવા માટે તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજાશે. રાજ્યમાં મહિલા, યુવા, ખેડૂત, ઉદ્યોગ, રોજગાર, શિક્ષણ, આદિવાસી કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરાશે. આ ઉજવણી થકી લોકો સાથે સંવાદનો સરકાર પ્રયાસ કરશે.

આ પણ વાંચો : DELHI : ડ્રગ્સ કેસના આરોપી સાહિદ કાસમ સુમરાને દુબઈથી આવતાની સાથે જ Gujarat ATSએ દિલ્હી એરપોર્ટથી પકડી પાડ્યો

આ પણ વાંચો : SURENDRANAGAR : થાનગઢના જામવાડી ગામ નજીક 1200 વર્ષ જુના પૌરાણીક શિવ મંદિરમાં તોડફોડ 

Published On - 10:19 am, Thu, 29 July 21

Next Video