Vadodara: ઓમિક્રોનની આફત સામે તંત્રની અગમચેતી, SSG હોસ્પિટલના બાળ વિભાગમાં તૈયારીઓ

|

Dec 09, 2021 | 8:21 AM

Omicron scare: કોરોનાના નવા પ્રકારથી બાળકો પણ સંક્રમિત થયાના અહેવાલ આવી રહ્યા છે. ત્યારે વડોદરા SSG હોસ્પિટલે ભવિષ્યનું વિચારીને બાળકો માટે વ્યવસ્થા કરી છે.

Vadodara: ઓમિક્રોનની (Omicron) દહેશત વચ્ચે બાળકોમાં (Children) સંક્રમણનો ખતરો વધવાની શક્યતા છે. ત્યારે વડોદરા SSG હોસ્પિટલના બાળરોગ વિભાગમાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. બાળકોની વેક્સિન હજુ આપવામાં આવી નથી. ત્યારે ઓમિક્રોનના વધતા સંક્રમણને પગલે જો બાળકો સંક્રમિત થાય તો હોસ્પિટલ ખાતે પૂરતી વ્યવસ્થા હોવાનું બાળરોગ વિભાગના વડા ડોક્ટર શીલા ઐયરે જણાવ્યું છે.

આ સાથે જ ડોક્ટર શીલા ઐયારે કહ્યું કે, વાલીઓને પણ બાળકોની પૂરતી તકેદારી રાખવાની જરૂર છે. અને બાળકોને ભીડભાડ વાળી જગ્યાએ ન લઇ જવાની સૂચના આપી છે. તો રાજકોટમાં ઓમિક્રોન વાયરસને લઇને સ્વનિર્ભર શાળા સંચાલકોએ IMA પાસેથી સૂચનો મંગાવ્યા હતા. જેને અનુસંધાને આ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક તેમજ વાલીઓ માટે ૧૦ જેટલા સૂચનોની માર્ગદર્શિકા જાહેર કરી છે.

આ માર્ગદર્શિકામાં આ દસ સૂચનો આપવામાં આવ્યા છે.

1) શાળાએ આવતો વિદ્યાર્થી ઘેરથી હૂંફાળું પાણી વોટર બોટલમાં લાવે

2) પોતાના નાસ્તા બોક્સમાં શક્યતઃ ગરમ અને રાંધેલો નાસ્તો લાવે

3) વિદ્યાર્થી એન -૯૫ માસ્ક પહેરીને આવે

4) વિદ્યાર્થી દહી-છાસ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા વગેરેથી દૂર રહે

5) શાળા પણ નાસ્તામાં કે જમવામાં દહી-છાસ જેવા ઠંડા પદાર્થ નાં આપે.

6) શાળાનાં શિક્ષકો અને સ્ટાફ પણ એન -૯૫ માસ્ક પહેરે

7) શિક્ષકો ભણાવતી વખતે ફેસ શિલ્ડ પહેરીને પણ ભણાવી શકે

8) કોઈપણ બાળકનાં શાળામાં પ્રવેશ વખતે જ એને તાવ,શરદી,ઉધરસ નથી એ તપાસી લેવામાં આવે.

9) શાળાનાં ડ્રાઈવર, આયાબેન વગેરે પણ એન -૯૫ માસ્ક જ પહેરે

10) વાલીઓ ખાસ જો પોતાના બાળકને જરાપણ તાવ,શરદી કે ઉધરસ જેવું જણાય તો પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લે અને ખાસ બાળકને શાળાએ ના મોકલે.

 

આ પણ વાંચો: Video: મોડાસામાં પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને મારી ભયાનક ટક્કર, અકસ્માતના દ્રશ્યો CCTV માં કેદ

આ પણ વાંચો: ડિસેમ્બરના એક જ સપ્તાહમાં 28 કોરોના કેસ: ભાવનગર તંત્રનું કડક વલણ, રેપિડ ટેસ્ટ માટે બુથ શરૂ

Next Video