Jamnagar: ઓમિક્રોનના દર્દીના સંપર્કમાં આવેલા 2 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

|

Dec 06, 2021 | 10:18 AM

Omicron in Gujarat: જામનગરમાં ગુજરાતનો પહેલો ઓમિક્રોનનો કેસ નોંધાયો છે. હવે તેના સંપર્કમાં આવેલા અન્ય 2 લોકો કોરોના પોઝિટીવ આવતા તંત્રની ચિંતા વધી છે.

Jamnagar: જામનગરમાં કોરોના (Corona Positive) વધુ બે દર્દીઓ સામે આવ્યા છે. ચિંતાની વાત એ છે કે ઓમિક્રોનના (Omicron Variant) દર્દીના સંપર્કમાં આવેલા આ બે વ્યક્તિ કોરોના સંક્રમિત આવતા ખળભળાટ મચી ગયો છે. તો આ બંનેના નમૂના ઓમિક્રોનની તપાસ માટે લેબોલેટરીમાં મોકલ્યા છે. જામનગરમાં વધુ બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. અને બંને દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વેથી જામનગર શહેરમાં આવેલા 72 વર્ષીય વૃદ્ધને કોરોનાનું સંક્રમણ થયું હતું અને ગઈકાલે તેના રિપોર્ટમાં ઓમિક્રોન વેરીએન્ટની પુષ્ટિ થઇ હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાથી દુબઈ, દિલ્હી થઈને મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ વિસ્તારમાં પહોંચેલા એક વ્યક્તિમાં પણ ઓમિક્રોન વેરીએન્ટનું સંક્રમણ થયાની પુષ્ટિ થઈ હતી.

હમણા સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યાં છે કે આફ્રિકાથી લીંબડી આવેલા વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. આફ્રિકાથી લીંબડી આવેલા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરેન્દ્રનગરના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ વ્યક્તિના અન્ય પરિવારજનોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

યુવકને સંક્રમિત કરનાર કોરોના વાયરસનો નવો ઓમિક્રોન વેરિએન્ટ છે કે નહિ તેની તપાસ માટે વ્યક્તિના સેમાંપ્લ લઇ જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. આ અંગે બે દિવસ બાદ ઓમિક્રોન વેરિઅન્ટનો રિપોર્ટ આવશે.

 

આ પણ વાંચો: જામનગરના મેયરે કહ્યું શહેરમાં કોરોના ગાઈડલાઇનનો કડકાઈથી અમલ કરાશે

આ પણ વાંચો: JAMNAGAR : નૌસેના સપ્તાહ 2021ની ઉજવણીના ભાગરૂપે INS વાલસુરા ખાતે બિટિંગ ધ રીટ્રિટ કાર્યક્રમ યોજાયો

Published On - 8:21 pm, Sun, 5 December 21

Next Video