Vibrant Gujarat Global Summit 2022 : વાઈબ્રન્ટ ગુજરાતમાં વિક્રમી મૂડીરોકાણ આકર્ષવા દિલ્લીમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કરશે રોડ શો

|

Nov 25, 2021 | 7:46 AM

ગુજરાતના મુખ્યમંત્રી  10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાનાર આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા ઉદ્યોગપતિઓને નિમંત્રણ આપશે.

Vibrant Gujarat Global Summit 2022 : વાઈબ્રન્ટ ગુજરાતમાં વિક્રમી મૂડીરોકાણ આકર્ષવા દિલ્લીમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કરશે રોડ શો
CM bhupendra patel

Follow us on

Vibrant Gujarat Global Summit 2022 : ગુજરાતના(Gujarat)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Cm Bhupendra Patel) ગુરૂવાર તા. ૨૫ નવેમ્બર-ર૦૨૧એ નવી દિલ્હીમાં (Delhi)સવારે ૯ થી સાંજે ૭ દરમ્યાન ઊદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો –અગ્રણીઓ સાથે વાયબ્રન્ટ ગુજરાત સમિટ-ર૦૨૨ ( Vibrant Gujarat Summit 2022) સંદર્ભે બેઠકો યોજશે. તેની સાથે જ વાઈબ્રન્ટ ગુજરાત 2022 ની  સત્તાવાર શરૂઆત થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથો સાથ કોવિડ મહામારી બાદ બેઠા થતા વૈશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડી રોકાણના નવીનતમ ક્ષેત્રો- ઉજળી સંભાવનાઓ સંદર્ભમાં આ ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકમાં કરવાના છે. મુખ્યમંત્રી આ બેઠક દરમિયાન સૌ ઉપસ્થિતોને ગુજરાત રાજ્યની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર પણ કરશે

મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ ગુરૂવારે સાંજે મળશે અને વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૨૨ વિષયક પ્રસ્તુતિ કરશે આ બેઠકોમાં મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ અને ખાણ ના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

મુખ્યમંત્રી દિલ્હી ખાતેની આ બેઠકોમાં ભાગ લઇ રાત્રે ગાંધીનગર પરત ફરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આપેલા આત્મનિર્ભર ભારતના લક્ષ્યને અનુસંધાને આ વર્ષની વાઇબ્રન્ટ સમિટની થીમ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ રાખવામાં આવી છે.

મુખ્યમંત્રી  10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાનાર આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા ઉદ્યોગપતિઓને નિમંત્રણ આપશે. વાઇબ્રન્ટ સમિટ પહેલાં ગુજરાત સરકાર દ્વારા દેશના વિવિધ શહેરોમાં શ્રેણીબદ્ધ રોડશો યોજાવાના રહ્યા છે જે અંતર્ગત પ્રથમ રોડશો આજે દિલ્હીમાં થશે.

આ પણ  વાંચો : ગુજરાતમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરવાની માંગ, હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી

આ પણ  વાંચો : અમદાવાદમાં તસ્કરો બેફામ, ચાંદખેડા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી

Published On - 7:29 am, Thu, 25 November 21

Next Article