Dahod: શાળાના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલતા, કોઈ વાલીએ ગ્રુપમાં અશ્લીલ ફોટો-વિડીયો મોકલતા વિવાદ

| Edited By: | Updated on: Nov 12, 2021 | 12:03 PM

Dahod: દાહોદમાં નવો વિવાદ સામે આવ્યો છે. પ્રાઈવેટ શાળાના વ્હોટસ એપ ગ્રુપમાં એક વાલીએ અશ્લીલ ફોટા અને વિડીયો મુકતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Dahod: લીમખેડાની ખાનગી શાળાના વોટ્સએપ ગ્રુપમાં (WhatsApp Group) અશ્લીલ ફોટો મુકવાની ઘટના સામે આવી છે. આ ગ્રુપના સ્ક્રિનશોટ વાયરલ થયા છે. વાલીઓ-બાળકો અને શાળા વચ્ચેના આ ગૃપમાં કોઈ વાલીએ અશ્લીલ ફોટોઝ અને વિડીયો મુકતા રોષ વ્યાપ્યો છે. કોરોનાને કારણે લીમખેડાની હસ્તેશ્વર અંગ્રેજી મીડિયમ શાળાએ આ ગ્રુપ બનાવ્યું હતું. શાળા દ્વારા બાળકોને હોમવર્ક આપવા માટે વોટ્સએપ ગૃપ બનાવવામાં આવ્યુ હતુ.

પરંતુ તેમાં કોઈ વાલીએ અશ્લીલ ફોટો મુકતા અન્ય વાલીઓ અને શિક્ષકો ક્ષોભમાં મુકાયા હતા. તો માત્ર પહેલા ધોરણમાં ભણતા બાળકોના ગૃપમાં આવા અશ્લીલ ફોટોઝ મુકાતા વાલીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો. આવા બનાવો બનવાથી નાના બાળકોના માનસ પર ખરાબ અસર થઈ શકે છે. ત્યારે આવુ કૃત્ય કરનાર સામે કોઈ પગલા લેવાસે કે કેમ તે જોવુ રહેશે.

ખાનગી શાળા હસ્તેશ્વરના ગ્રુપમાં કોઈ વાલી દ્વારા અશ્લીલ ફોટા અને વિડીયો ફોરવર્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ ગ્રુપમાં રહેલા વાલીઓમાં રોષ જોવા મળ્યો. આ ગ્રુપ માં અનેક મહિલાઓ સામેલ છે ત્યારે આવી વિકૃત માનસિકતા ધરાવતા વાલી દ્વારા કરવામાં આવેલી હરકતથી વિવાદ સર્જાયો છે.

 

આ પણ વાંચો: ‘નિરામય ગુજરાત’થી નિરોગી ગુજરાત! રાજ્ય સરકાર લોન્ચ કરવા જઈ રહી છે આ જોરદાર યોજના, જાણો તેના લાભ

આ પણ વાંચો: Rajkot: ડ્રોના નામે કૌભાંડ, આવાસ યોજનાના ડ્રોમાં એક વિંગમાં એક જ જ્ઞાતિના લોકોને ફ્લેટ અપાયા

Published on: Nov 12, 2021 11:38 AM