Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં કિંગ મેકર છે ‘OBC વોટ બેંક’, ચૂંટણીમાં નક્કી કરે છે કોની બનશે સરકાર

|

Mar 28, 2022 | 5:35 PM

Gujarat Election 2022 : ગુજરાતનું જ્ઞાતિ સમીકરણ અન્ય રાજ્યો કરતા સાવ અલગ છે. આ રાજ્યમાં સૌથી વધુ પછાત જાતિ આવેલ છે. રાજ્યની વસ્તીમાં 52 ટકા મતદારો 146 પછાત જાતિમાંથી આવે છે.

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં કિંગ મેકર છે OBC વોટ બેંક, ચૂંટણીમાં નક્કી કરે છે કોની બનશે સરકાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની તૈયારી ( સાંકેતિક તસવીર)

Follow us on

Gujarat Election : ગુજરાતમાં (Gujarat) વર્ષ 2022ના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને લઈને રાજકીય શતરંજ રમવાનુ શરુ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપનો દબદબો જળવાઈ રહ્યો છે. જ્યારે કોંગ્રેસ ગુજરાતમાં સત્તાથી દૂર છે. કેટલાક અપવાદને બાદ કરતા, છેલ્લે 1995 સુધી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન રહ્યુ હતું. ગુજરાતની રાજનીતિમાં જ્ઞાતિના સમીકરણનું મોટું મહત્વ છે. રાજ્યની 6.5 કરોડની વસ્તીમાંથી 52 ટકા લોકો પછાત વર્ગના (OBC) છે. રાજ્યમાં 146 જાતિઓને OBC હેઠળ આવરી લેવાયેલ છે. આવી સ્થિતિમાં, પછાત વર્ગની આ જાતિઓ જ નક્કી કરે છે કે ગુજરાતમાં કોણ સત્તા પર કબજો કરશે.

હકીકતમાં, ઉચ્ચ જાતિના મતદારોની વસ્તી રાજ્યમાં સૌથી ઓછી છે. બીજી તરફ રાજ્યમાં પટેલ સમાજની વસ્તી 16 ટકા છે. પરંતુ આ જાતિ સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી 2022માં 52 % પછાત જાતિઓને પોતાના તરફ આકર્ષવા માટે ભાજપ અને કોંગ્રેસે પોતપોતાની રીતે પ્રયાસો શરૂ કર્યા છે.

ગુજરાત રાજ્યનું જાતિ સમીકરણ

ગુજરાતનું જ્ઞાતિ સમીકરણ અન્ય રાજ્યો કરતા સાવ અલગ છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ જ્ઞાતિને પછાત જ્ઞાતિમાં (Other backward class) સમાવવામાં આવેલ છે. રાજ્યની વસ્તીમાં 52 ટકા મતદારો 146 પછાત જાતિમાંથી આવે છે. જ્યારે 16 ટકા પાટીદાર સમાજ સામાન્ય જ્ઞાતિમાંથી આવે છે. ક્ષત્રિય સમાજની વસ્તી પણ આટલી જ ગણવામાં આવે છે. જો કે રાજ્યમાં દલિત વસ્તી 7 ટકા હોવાનું માનવામાં આવે છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

રાજ્યમાં જાતિની વસ્તીની ટકાવારી જાણો છો ?

જો ગુજરાતમાં જ્ઞાતિની વસ્તીની વાત કરીએ તો OBC 52 % છે, જ્યારે, ક્ષત્રિય અને અન્ય ઉચ્ચ વર્ગ -14 %, પાટીદાર-16 %, દલિત-7 %, આદિવાસી-11 %, મુસ્લિમ-9 % છે.

ભાજપે પછાત જાતિઓ પર ખાસ નજર રાખી છે

ભાજપ ગુજરાતમાં પછાત જ્ઞાતિના વિકાસ માટે પોતાની ખાસ નજર રાખી રહી છે. રાજ્યની 52 ટકા વસ્તી પછાત જાતિઓની છે. આ કારણસર ભાજપે આ જ્ઞાતિ સમુદાયમાં વિશેષ પકડ જમાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. જો કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ખુદને OBC સમુદાયના ગણાવે છે. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત ચૂંટણીને લઈને ગંભીર બન્યા છે. તેથી જ ભાજપે રાજ્યના જ્ઞાતિ સમીકરણને ઉકેલવાની રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

ગુજરાતમાં OBC સમુદાયને લઈને કોંગ્રેસની યોજના

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની ટોચની નેતાગીરીએ OBC સમુદાયને લઈને વિશેષ પ્રયાસો શરૂ કર્યા છે. જ્યાં છેલ્લા 27 વર્ષથી સત્તાનો વનવાસ ખતમ કરવા માટે કોંગ્રેસની ટોચની નેતાગીરી પુરેપુરી રીતે કામે લાગી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના પછાત વર્ગના મોટા નેતાઓ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાને પણ ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. બન્નેને અનુક્રમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાપદે આરુઢ કર્યા છે.

આ બન્ને અનુભવી નેતાઓના અનુભવને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે રાજકીય સમીકરણ ઉકેલવાના પ્રયાસો શરૂ કર્યા છે. સાથે જ જગદીશ ઠાકોરની ઓળખ ગુજરાતના રાજકારણમાં તેજાબી વક્તા તરીકે થાય છે. ગુજરાતમાં સત્તા પર પાછા ફરવા માટે કોંગ્રેસ ઓબીસી, દલિત અને આદિવાસી વોટ બેંક પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ કારણે 2022ની ચૂંટણી પહેલા કોંગ્રેસે જગદીશ ઠાકોરને કમાન સોંપી છે. જ્યારે આદિવાસી મતો માટે સુખરામ રાઠવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચોઃ

ક્ષત્રિય ઠાકોર સેનાના સંગઠનને વધુ મજબૂત કરવા અલ્પેશ ઠાકોરની કવાયત, 10 એપ્રિલથી શરુ કરશે ખાટલા બેઠક

આ પણ વાંચોઃ

વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ‘આપ’ના 3 હજાર કાર્યકર ભાજપમાં જોડાશે

Published On - 12:33 pm, Wed, 23 March 22

Next Article