સુરતની લેડી ડોન ભૂરીએ દીવમાં કરી માથાકૂટ, પોલીસે તલાશી લેતા ચપ્પુ સાથે ઝડપાઈ

|

Jul 09, 2019 | 4:19 AM

સુરતમાં જેના નામે ઘણાં ફરીયાદો નોંધાઈ ચૂકી છે તે ભૂરી ડોન ફરીથી પોલીસના ચોપડે ચડી છે. આ ઘટના ગુજરાતમાં નહીં પણ દીવમાં બની છે. દીવમાં નાગવા બીચ ખાતે ભૂરી ડોને પોતાના જ મિત્ર સાથે તકરાર કરી હતી. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ […]

સુરતની લેડી ડોન ભૂરીએ દીવમાં કરી માથાકૂટ, પોલીસે તલાશી લેતા ચપ્પુ સાથે ઝડપાઈ

Follow us on

સુરતમાં જેના નામે ઘણાં ફરીયાદો નોંધાઈ ચૂકી છે તે ભૂરી ડોન ફરીથી પોલીસના ચોપડે ચડી છે. આ ઘટના ગુજરાતમાં નહીં પણ દીવમાં બની છે. દીવમાં નાગવા બીચ ખાતે ભૂરી ડોને પોતાના જ મિત્ર સાથે તકરાર કરી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

નાગવા બીચ પર માથાકૂટ થઈ રહી હોવાની જાણ થતાં પોલીસે ભૂરી ડોન અને તેના પુરુષ મિત્રને પકડી પાડ્યા હતા. ભૂરીની જ્યારે તપાસ કરી ત્યારે તેની પાસેથી એક લાંબુ ચપ્પુ પણ મળી આવ્યું હતું.  થયું એવું કે ભૂરી ડોન ઉર્ફે અસ્મિતા જીલુભા ગોહિલ અને તેનો મિત્ર પ્રકાશ બાંભણિયા(રાહુ) દીવ ફરવા ગયા હતા. ત્યાં નાગવા બીચ પર કોઈ કારણોસર ભૂરી ડોન અને તેના મિત્ર વચ્ચે તકરાર થઈ હતી. આ તકરારમાં ભૂરી ઝઘડો બંધ કરવાનું નામ ન લેતી હોવાથી તેને પોલીસે ઝડપી લીધી હતી. ભૂરીનો રેકોર્ડ તપાસતા પોલીસને ખબર પડી કે તે સુરતની છે અને તેનો મોટો ગુનાહિત ઈતિહાસ છે. આ બાદમાં દીવ પોલીસે સુરત પોલીસ સાથે સંપર્ક સાધ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભૂરીનો આતંક સુરતમાં રહ્યો છે અને તેની પર લૂંટ, ખંડણી અને હત્યાનો પ્રયાસ વગેરે સંગીન ગુનાઓ નોંધાયેલા છે. ભૂરી સુરતમાં ઘણી વખત દિવસે પણ હથિયાર લઈને નીકળી પડતી. લોકોને ડરાવવા અને ધમકાવવા તે આવું કરતી. ભુરીના કેટલાંક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં તે વેપારીઓ સાથે માથાકૂટ કરે છે અને ધમકીઓ પણ આપી રહી છે. ભૂરીને કાનૂનની પણ કોઈ દરકાર નથી તે કોર્ટમાં જાય ત્યારે કોઈ અભિનેત્રીની જેમ બધાનું અભિવાદન કરે છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:31 pm, Mon, 8 July 19

Next Article