ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને પણ અધિકાર નથી : મહેસુલ પ્રધાન

|

Nov 12, 2021 | 8:57 PM

મહત્વનું છે કે વડોદરાના મુખ્ય રસ્તા અને જાહેરમાં લટકાવી મટન-મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ 3 હજાર નોન-વેજ અને ઇંડાની લારીઓ સામે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ બાદ હવે વડોદરામાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન-મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે.. ત્યારે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યુ કે ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને પણ અધિકાર નથી.ફૂટપાથ રાહદારીઓ માટે છે. તેના પર હક ન જમાવવો જોઇએ, એ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ છે.એ જગ્યા પર વેજ કે નોન-વેજની લારી ન ઊભી રહી શકે.તેને ઉપાડી જ લેવી પડે.વેજ-નોનવેજ જાહેરમાં બનતું હોય છે, જેના કારણે તેનો ધુમાડો ઊડતો હોય છે.એ રાહદારીઓને આંખોમાં લાગતો હોય છે, જે અટકાવવો જ પડશે. હું આ નિર્ણય બદલ રાજકોટ અને વડોદરાના મેયરને અભિનંદન આપું છું.

મહત્વનું છે કે વડોદરાના મુખ્ય રસ્તા અને જાહેરમાં લટકાવી મટન-મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ 3 હજાર નોન-વેજ અને ઇંડાની લારીઓ સામે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.હવે જાહેરમાં નોન-વેજ લટકાવી શકાશે નહીં, એને ઢાંકીને રાખવું પડશે. જો સૂચનાનો અમલ નહીં થાય તો લારી બંધ કરવા સુધીનાં પગલાં લેવાશે.

સી.આર.પાટીલનું આ મુદ્દે આપ્યું નિવેદન 

રાજ્યમાં નોનવેજની લારીઓ બંધ કરાવવાનું સરકારનું કોઇ આયોજન નથી. નવસારીની મુલાકાતે આવેલા સી.આર.પાટીલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વડોદરાની જેમ રાજ્યમાં નોનવેજની લારીઓ બંધ કરાવવાનું હાલ કોઇ આયોજન નથી.

આ પણ વાંચો : UP પોલીસનું સચોટ નિશાન ! અથડામણમાં 7 બદમાશોના પગમાં એક જગ્યાએ લાગી ગોળી, એન્કાઉન્ટર બન્યું ચર્ચાનો વિષય

Next Video