સુરતીઓ માટે રાહતના સમાચાર , મેટ્રો સાથે સીટીબસ-BRTSની વ્યવસ્થા કનેક્ટ કરાશે

|

Nov 17, 2021 | 1:04 PM

ભારતના અન્ય શહેરોમાં મેટ્રો માટે જે આયોજન કરાયું છે. તેના કરતાં વધુ સારૂ આયોજન સુરતમાં થાય તે માટેની તૈયારી સરકાર સાથે મ્યુનિ. તંત્રએ શરૂ કરી દીધી છે.

સુરતીઓ માટે રાહતના સમાચાર છે. મુસાફરોને ટ્રાન્સપોર્ટેશનમાં ભોગવવી પડતી મુશ્કેલીનો હવે અંત આવશે. GMRCના અધિકારીઓએ જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા સાથે સંકલન કરીને તમામ મેટ્રો સ્ટેશનની સાથે સીટી બસ, BRTS બસ સહિતની વ્યવસ્થા કનેક્ટ કરવામાં આવશે. એક જ ટિકિટના માધ્યમથી મેટ્રો, સીટી બસ, બીઆરટીએસ બસ વગેરેમાં મુસાફરી કરી શકાય તેવી સુવિધા અને વ્યવસ્થા ઉભી કરવાંમાં આવશે. મુસાફરોને માસ ટ્રાન્સપોર્ટેશનની પુરી સરળ સાઇકલ મળી રહે અને લોકો મહત્તમ તેનો ઉપયોગ કરતા થાય તે દિશામાં આ નિર્ણય કર્યો છે. જે રીતે શહેરમાં અન્ય વાહનોની સંખ્યા વધી રહી છે તેને જોતા ભવિષ્યમાં સુરત કોર્પોરેશનની આ સુવિધાથી લોકોને મુસાફરીમાં મોટી રાહત પણ મળી રહેશે.

ભારતના અન્ય શહેરોમાં મેટ્રો માટે જે આયોજન કરાયું છે. તેના કરતાં વધુ સારૂ આયોજન સુરતમાં થાય તે માટેની તૈયારી સરકાર સાથે મ્યુનિ. તંત્રએ શરૂ કરી દીધી છે. મેટ્રો ટ્રેનમાંથી ઉતર્યા બાદ લોકલ કનેક્શન મુસાફરોને તાત્કાલિક મળે તે માટે મ્યુનિ. તંત્રએ અત્યારથી જ 300 કરોડ રૂપિયાની યોજના માટે આયોજન શરૂ કરી દીધું છે.

સુરતના સીટી અને બીઆરટીએસ બસ સાથે સુરત મની કાર્ડ છે તેને મેટ્રો સાથે જોડીને ટિકિટ પણ એક જ કરવા માટે આયોજન થઈ રહ્યું છે. મેટ્રોમાં બેઠેલો મુસાફર તેના પહોંચવાના સ્થળ સુધી લોકલ ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાઈ તે માટે મ્યુનિ.તંત્રએ કવાયત શરૂ કરી દીધી છે.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત મેટ્રોના ડિજીટલ શિલાન્યાસ કર્યા બાદ સુરત મ્યુનિ. અને સરકારે મેટ્રોના મુસાફરોને વધુ સારી સુવિધા મળે તે દિશામાં આયોજન શરૂ કર્યું છે. દેશના અન્ય શહેરોમા મેટ્રોની સુવિધા છે ત્યાં જે ક્ષતિઓ છે. તે ક્ષતિઓ સુરતમાં નહીં આવે.

Next Video