ભાવનગરમાં નવી પાર્કિંગ પોલિસી લાગું થશે, મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી

|

Sep 17, 2021 | 2:25 PM

સ્ટેન્ડીંગ કમિટી બાદ અને સાધારણ સભામાં સૈદ્ધાંતિક મંજૂરી અપાશે. ત્યારબાદ નગરજનોના વાંધા મંગાવવામાં આવશે. ત્યારબાદ ફરી વખત સ્ટેન્ડીંગ કમિટી આખરી મંજૂરી આપીને સાધારણ સભામાં મોકલી આપશે,

ભાવનગરમાં વાહન પાર્કિંગનો પ્રશ્ન દિવસે ને દિવસે ગંભીર બનતો જાય છે. મહાનગર પાલિકાએ અગાઉ અનેક વખત નવી પાર્કિંગ પોલિસી લાવવાની વાતો કરી હતી. પરંતુ આખરે હવે ભાવનગર મનપા સુરત જેવી પાર્કિંગ પોલિસી લાગુ કરવા જઈ રહી છે. હાલમાં જ નવી પોલિસીને લઈ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેને પગલે હવે શહેરીજનોની મુશ્કેલીઓ અને વાંધા મંગાવવામાં આવશે.

જે બાદ સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી આપશે, અંતે સામાન્ય સભામાં પોલિસીને આખરી મંજૂરી મળશે. આ પ્રક્રિયા આગામી 3 થી 4 મહિનામાં પૂરી થઈ જશે અને ત્યાર બાદ જો વાહન ગમે ત્યાં પાર્ક કરેલું હશે તો દંડ અને ટોઈંગ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં જ સુરત મહાનગરપાલિકાએ લાગુ પાડેલી નવી પાર્કિંગ પોલિસીને કારણે 10 કરોડ રૂપિયાની આવક થઈ હતી. તેથી રાજ્ય સરકારે ભાવનગરને પણ આ પ્રકારની પોલિસી લાગુ કરવાનો આદેશ આપ્યો હતો.

વસ્તી વિસ્તાર વધવા સાથે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાહનો પાર્ક કરવાની મોટી સમસ્યા ઊભી થઈ છે. આવા સંજોગોમાં પાર્કિંગ પોલીસી લાગુ પાડવાની ઘણા સમયથી ચર્ચા છે. પણ હાલમાંજ સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષસ્થાનેથી કાર્ય લઈને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેના પગલે આગામી સમયમાં વાહન પાર્કિંગની પોલિસીને ગતિ મળશે.

સ્ટેન્ડીંગ કમિટી બાદ અને સાધારણ સભામાં સૈદ્ધાંતિક મંજૂરી અપાશે. ત્યારબાદ નગરજનોના વાંધા મંગાવવામાં આવશે. ત્યારબાદ ફરી વખત સ્ટેન્ડીંગ કમિટી આખરી મંજૂરી આપીને સાધારણ સભામાં મોકલી આપશે, જેમાં ફાઇનલ મંજૂરી અપાશે, જે પ્રક્રિયા પૂર્ણ થવાને માત્ર ત્રણેક મહિના લાગશે. ત્યારબાદ આ પોલિસી લાગૂ પડશે જેમાં રોડ પર ગમે ત્યાં વાહન પાર્ક કરી શકાશે નહીં, તેમ છતાં પણ વાહન પાર્ક કરેલું છે. તો મહાનગરપાલિકાને તેનો દંડ આપવો પડશે અને વાહન ટોઈંગ પણ કરી શકશે,

જોકે તે પહેલા વહીવટીતંત્ર પણ તેનું માળખું ઉભું કરવું, દંડની પહોંચ, સતા આપવા સહિતની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ પોલીસી લાગુ પાડવામાં આવતા રૂપિયા 10 કરોડની આવક થઇ હતી. જેના પગલે રાજ્ય સરકારે ભાવનગરને પણ આ પોલીસી લાગુ પાડવા આદેશ આપ્યો છે.

Next Video