New Gujarat Congress President: શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, જાણો તેમની જીવન ઝરમર-રાજકીય સફર

|

Jun 09, 2023 | 11:56 PM

શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960ના રોજ ભાવનગર જિલ્લાના લીમડા ખાતે, તત્કાલીન બૃહદ મુંબઈ રાજ્યમાં થયો હતો . તે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના લીમડા રાજ્યના પૂર્વ રજવાડાના રાજવી પરિવારના મોટા પુત્ર છે.

New Gujarat Congress President: શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, જાણો તેમની જીવન ઝરમર-રાજકીય સફર

Follow us on

New Gujarat Congress President: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે સાંસદ શક્તિસિંહ ગોહિલની (shaktisinh gohil) નિમણૂક કરાઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડે શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. જગદીશ ઠાકોરના સ્થાને હવે શક્તિસિંહને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે. ગુજરાતના સમાચાર અહીં વાંચો.

શક્તિસિંહ ગોહિલની જીવન ઝરમર અને રાજકીય સફર

શક્તિસિંહ હરીશચંદ્રસિંહજી ગોહિલ (shaktisinh gohil) એક ભારતીય રાજકારણી છે, શક્તિસિંહે 1991થી 1995 દરમિયાન સતત બે રાજ્ય સરકારોમાં નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમણે ગુજરાત વિધાનસભામાં વિરોધી પક્ષોનું નેતૃત્વ 2007થી 2012 સુધીમાં વિપક્ષી નેતા તરીકે કર્યું હતું. તેઓ હાલ રાજ્યસભાના સાંસદ છે તેમજ AICCના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે.  2007થી 2012 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચુક્યા છે તેમજ 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે.

શક્તિસિંહ ગોહિલનું પ્રારંભિક જીવન અને શિક્ષણ

શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960ના રોજ ભાવનગર જિલ્લાના લીમડા ખાતે, તત્કાલીન બૃહદ મુંબઈ રાજ્યમાં થયો હતો . તે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના લીમડા રાજ્યના પૂર્વ રજવાડાના રાજવી પરિવારના મોટા પુત્ર છે. શક્તિસિંહે ભાવનગર યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્ર વિશેષતા સાથે વિજ્ઞાનમાં સ્નાતકની પદવી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકોત્તર મેળવ્યો છે. તેઓ પત્રકારત્વમાં ડિપ્લોમા પણ ધરાવે છે. ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે.

સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો

આ પણ વાંચો : Breaking News: શક્તિસિંહ ગોહિલને બનાવ્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ

ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ચર્ચાઓ કર્ણાટક ચૂંટણીના પરિણામો બાદ તરત જ શરુ થઈ ગઈ હતી. આ દરમિયાન હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં આ અગ્રણી નેતાઓ નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા માટે થઈને પોતાના અભિપ્રાય રજુ કર્યા. અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, દિપક બાબરીયા, તુષાર ચૌધરી સહિતના નેતાઓ દિલ્લી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ નવા પ્રદેશ અધ્યક્ષને લઈ પોતાના મત રજૂ કર્યો હતો.

ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે માત્ર 17 બેઠકો જ આવી હતી. આમ આવી સ્થિતીમાં લોકસભા પહેલા કોંગ્રેસ પણ હવે પોતાની સ્થિતિને ઠીક કરવા માટે પ્રયાસો શરુ કર્યા છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:04 pm, Fri, 9 June 23

Next Article