ફ્લાઈટમાં ક્યારેય બેસી નહીં શકું..પ્લેન ક્રેશનો વીડિયો બનાવનાર આર્યન આઘાતમાં

પ્લેન ક્રેશની ઘટના પછી સોશિયલ મીડિયા પર તેનો વીડિયો સૌથી વધુ વાયરલ થયો છે. ત્યારે આ અકસ્માતનો વીડિયો રેકોર્ડ કરનાર 17 વર્ષનો છોકરો આખું દ્રશ્ય જોઈને ખૂબ જ ડરી ગયો છે.

ફ્લાઈટમાં ક્યારેય બેસી નહીં શકું..પ્લેન ક્રેશનો વીડિયો બનાવનાર આર્યન આઘાતમાં
Aryan who made video of plane crash
| Updated on: Jun 15, 2025 | 2:51 PM

ગુજરાતના અમદાવાદમાં ગુરુવાર, 12 જૂનના રોજ થયેલા પ્લેન ક્રેશનો વીડિયો બધાએ જોયો છે. આ વીડિયોમાં, પ્લેન ખૂબ જ નીચે ઉડે છે અને પછી ક્રેશ થાય છે તે જોવા મળે છે. આ ઘટના પછી, સોશિયલ મીડિયા પર તેનો વીડિયો સૌથી વધુ વાયરલ થયો છે. ત્યારે આ અકસ્માતનો વીડિયો રેકોર્ડ કરનાર 17 વર્ષનો છોકરો આખું દ્રશ્ય જોઈને ખૂબ જ ડરી ગયો છે.

અમદાવાદનો રહેવાસી 17 વર્ષનો આર્યન હંમેશા શોખ માટે પ્લેનનો વીડિયો બનાવતો હતો. ગુરુવારે પણ, તે એક સામાન્ય વીડિયો બનાવી રહ્યો હતો. વીડિયો રેકોર્ડ કરતી વખતે. આર્યને લાગ્યું કે પ્લેન રનવે પર ઉતરી રહ્યું છે, પરંતુ થોડીક સેકન્ડ પછી થયેલા વિસ્ફોટથી તે હચમચી ગયો.

અકસ્માત પછી આર્યન આઘાતમાં

પ્લેન ક્રેશ અકસ્માત પછી આર્યન ખૂબ જ ડરી ગયો છે. શનિવારે મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે હું જીવનમાં એકવાર પ્લેનમાં બેસવા માંગતો હતો, પણ આ અકસ્માત પછી, હું પ્લેનમાં બેસવાની હિંમત પણ નહીં કરી શકું. મને લાગે છે કે આ કારણોસર, હું જીવનમાં ક્યારેય પ્લેનમાં સફર નહીં કરુ.

અકસ્માત પછી આર્યન આખી રાત સૂઈ શક્યો નહીં

આર્યનની બહેને કહ્યું કે વિમાન અકસ્માત પછી તેનો ભાઈ ખૂબ જ પરેશાન છે. આર્યને મને વીડિયો બતાવ્યો અને કહ્યું કે તે અહીં રહેવા માંગતો નથી કારણ કે તે ખતરનાક છે. તે ખૂબ જ ડરી ગયો છે. તે જ દિવસે બરાબર બોલી શકતો પણ ન હતો.

આર્યન જે ભાડાના ઘરમાં રહે છે તે ઘરના માલકિને પણ આર્યનની મુશ્કેલી વિશે જણાવ્યું છે. તેમણીએ કહ્યું કે ‘જ્યારે હું ઘટના પછી આવી ત્યારે મેં જોયું કે તે બોલી પણ શકતો ન હતો. મેં તેને ઘણું સમજાવ્યું. તે આખી રાત જાગતો રહ્યો. તે શાંત થઈ ગયો છે, પણ તે કંઈ ખાઈ રહ્યો નથી.

ગુરુવારે વિમાન દુર્ઘટના થઈ

ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે બપોરે 2 વાગ્યે વિમાન દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સહિત વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત, વિમાન જ્યાં ક્રેશ થયું હતું ત્યાં પણ ઘણા લોકોના મોત થયા છે. જો સરકારી આંકડાઓની વાત કરીએ તો, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જેમાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદ પ્લેન ક્રેશને લગતા તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.