Navsari માં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

|

Jul 18, 2021 | 4:30 PM

નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે જ્યારે નવસારી શહેરમાં વરસાદી પાણી ભરાવાના બનાવો બનતાં જનજીવન પ્રભાવિત થયું છે.

લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ છે. જેમાં નવસારી(Navsari)  જિલ્લામાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે નવસારી શહેરમાં વરસાદી(Rain)  પાણી ભરાવાના બનાવો બનતાં જનજીવન પ્રભાવિત થયું છે.

લાંબા સમયથી વરસાદના અભાવે લોકો ગરમીથી ત્રસ્ત હતા પરંતુ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ના કારણે શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસતા વરસાદનો માહોલ જામ્યો છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે. શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો પણ બન્યા છે, જેમાં ખાસ કરીને નવસારી શહેરના પ્રજાપતિ આશ્રમ, શહીદ ચોક, વિજલપોર, રામનગર, નવસારી, બારડોલી, ગ્રીડ રોડ, રેલવે સ્ટેશન ગરનાળુ રીંગ રોડ વિઠ્ઠલ મંદિર ચોવીસી, દીપલા, હળપતિવાસ, છાપરા સિલ્વર પાર્ક શાંતાદેવી રોડ કૈલાશ પાવર જેવા શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા જે નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી રહ્યા છે ઉપરવાસમાં વરસાદ ના કારણે શહેરની પૂર્ણા નદીની સપાટીમાં પણ વધારો થયો છે.

Published On - 4:23 pm, Sun, 18 July 21

Next Video