ગુજરાત રાજ્યના આર એન્ડ બી વિભાગમાં તથા સિંચાઇ વિબાગમાં યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા હોય તેવા ઇજારદારો પાસેથી ઇ-ટેન્ડરિંગ પદ્ધતિથી ભાવપત્રક મગાવવામાં આવ્યા છે. જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ નવસારી દ્વારા માન્ય કેટેગરીમાં નોંધાયેલા કોન્ટ્રાક્ટરો પાસેથી નવસારી જિલ્લાના ગણદેવી/જલાલપોર તાલુકા દ્વારા 44 કામોની પાણી પુરવઠા યોજના માટે આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.
આ પણ વાંચો-કપિલ શર્મા તેના પોતાના કો-સ્ટાર્સને પસંદ નથી કરતા, અત્યાર સુધી આ કોમેડિયન સાથે બગડ્યા છે સંબંધ
આ ટેન્ડરની અંદાજીત કિંમત 5 લાખથી 10 લાખ રુપિયા છે. કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ,ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જુની કલેક્ટર કચેરી, સી-બ્લોક, પહેલો માળ, જુનાથાણા, નવસારીની કચેરી દ્વારા ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 8 મે 2023 સાંજ 6 કલાક સુધીની છે. આ ટેન્ડરને લગતી વિગતવાર માહિતી વેબસાઇટ https://gwssb.nprocure.com ઉપરથી મેળવી શકાશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…