Navsariમાં ખુલ્લી ગટરોથી લોકો ત્રાહિમામ, ચોમાસામાં ખુલ્લી ગટરોનું રોગચાળાને આમંત્રણ

|

Jun 11, 2021 | 9:44 PM

Navsari: નવસારી નગરપાલિકા (Navsari Municipality)માં 35 કરોડ જેટલી મોટી રકમ ખર્ચવા છતા શહેરની ગટરો ખુલ્લી સ્થિતિમાં છે.

Navsariમાં ખુલ્લી ગટરોથી લોકો ત્રાહિમામ, ચોમાસામાં ખુલ્લી ગટરોનું રોગચાળાને આમંત્રણ

Follow us on

Navsari: શહેરનો વિકાસ એટલે નળ, ગટર અને રસ્તાઓની સુવિધાઓ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે, પરંતુ નવસારી નગરપાલિકા (Navsari Municipality)માં 35 કરોડ જેટલી મોટી રકમ ખર્ચવા છતા શહેરની ગટરો ખુલ્લી સ્થિતિમાં છે, ગટરોનું યોગ્ય આયોજન ન થતાં ચોમાસા દરમિયાન ખુલ્લી ગટરો રોગચાળાને નોતરી રહી છે.

 

નવસારી નગરપાલિકા (Navsari Municipality)ની 4 લાખની વસ્તીના 1 લાખ જેટલા ઘરોમાંથી નીકળતો સુએઝનો કચરો શહેરની પુર્ણા નદીમાં ઠાલવવામાં આવે છે. જેના કારણે નદી તો પ્રદુષિત થાય છે સાથે શહેરમાં ગંદકી પણ ફેલાઈ રહી છે, ખુલ્લી ગટરના કારણે ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને આમંત્રણ આપી રહ્યા હોય તેવી સ્થિતિ ઊભી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

શહેરના મુખ્ય માર્ગો પર ખુલ્લી ગટરો શહેરના વિકાસની ચાડી ખાઈ રહ્યા છે, ખુલ્લી ગટરોના કારણે 1 સપ્તાહ પહેલા જ વિજલપોર વિસ્તારમાં 2 કમળાના કેસો નોંધાયા હતા, ચોમાસા દરમિયાન પાણી જન્ય રોગોની દહેશત લોકોમાં ફેલાઈ છે.

 

 

કોંગ્રેસ અગ્રણીનું કહેવું છે કે પાલિકાની પહેલી ફરજ લોકોનું આરોગ્ય છે. પરંતુ આ ફરજમાં ચેડા કરતા હોય તેમ શહેરીજનો ભગવાનના ભરોસે રહેવા મજબુર બન્યા છે. પાલિકાના આ ગટરમાં પડેલા ખાડાને અધિકારી બિમારી અને મચ્છર ફેલાવના કામ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે.

 

ચાલુ વર્ષે નવસારી નગરપાલિકા (Navsari Municipality)નું વિસ્તરણ કરવામાં આવ્યુ છે. જેમાં 8 ગામો અને 1 પાલિકાને નવસારી નગરપાલિકામાં સમાવિષ્ઠ કરવામાં આવ્યા છે, પાલિકાના વિસ્તરણ બાદ પાલિકાનો ડેવલોપમેન્ટ પ્લાન તો તૈયાર થઈ ગયો છે, પરંતુ ગટરોના આયોજન બાબતે નિર્ણય લેવામાં આવ્યો નથી. પાલિકા દ્વારા શહેરમાં ચોમાસા દરમિયાન રોગચાળો ન ફેલાય તેના માટે તકેદારી રાખી રહ્યું છે.

 

નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે નવસારી શહેરની મોટાભાગની ગટરો છે, જે ગટર નહીં પરંતુ લોકોએ પોતે જાતે બનાવી હોય તેવી છે તો તેનો જાતે નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ચોમાસા દરમિયાન નવસારીના વિજલપોર શહેરમાં દર વર્ષે રોગચાળો ફેલાય છે. જેના કારણે આરોગ્ય વિભાગની દર વર્ષે કવાયત કરવી પડતી હોય છે, પાલિકા દ્વારા પાલિકાના શાસકો વર્ષોથી ખુલ્લી ગટરોને બંધ કરવા તરફ બેધ્યાન છે, ગટરોનું યોગ્ય આયોજન ન થતાં શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.

 

આ પણ વાંચો: Ahmedabad: કોરોનાના કેસો ઘટતા લોકો નિયમોનું ભાન ભૂલ્યા, માસ્ક વગર ફરનારા લોકો પાસેથી પોલીસે વસુલ્યો દંડ

Next Article