નવસારી નગરપાલિકા (Navsari) માટે અત્યંત જરૂરી ગણાતો તળાવ જોડાણ પ્રોજેક્ટ (Lake connection project) પડતો મુકાયો હોવાનો ઘાટ સર્જાયો છે. આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. અને ભંડોળ પણ ફાળવી દેવામાં આવ્યું છે તેમ છતાં તળાવની દુધિયા તળાવ સાથે જોડી શકાયું નથી.
નવસારી-વિજલપોર નગરપાલિકાના (Navsari-Vijalpore Municipality) અધિકારીઓની અણ-આવડતને લઇ કામ અધૂરું પડ્યું છે. જેના કારણે નગરપાલિકાને પાણીના સ્ટોરેજ કરવા માટેની સમસ્યા ઉભી થઈ રહી છે. પરંતુ પાલિકાના શાસકોની અણઆવડત અને વિઝન વગરની કામગીરીના પગલે મંજુર થયેલ ઇન્ટર લિન્કિંગ તળાવોનું કામ થઈ શકતું નથી. અને પાણી સ્ટોરેજનો મુદ્દો સમસ્યા બની ગયો છે. ઉનાળા દરમિયાન શહેરીજનોને પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાય તેવી શક્યતાઓ ઉભી છે.
નવસારી નગરપાલિકા વિસ્તારોના ભંડોળ તો એકત્રિત થયા, પરંતુ talav એકત્રિત કરવાની કામગીરી પાલિકાના ગોડાઉનમાં ધૂળ ખાઈ રહી હોય તેવી પરીસ્થિતનું નિર્માણ થયું છે. જો આ યોજના અનુસાર તળાવોનું જોડાણ થઇ જાય તો નવસારી જીલ્લાના લોકોને ગળું ભરી ૨૪ કલાક પાણી મળી શકતું હોત. પરંતુ પ્રજાના પૈસા બાહ્ય દેખાવનો વિકાસ કરવામાં ખર્ચ પાલિકાના શાસકોએ કર્યો હોવાથી પ્રાથમિક જરૂરિયાત સંતોષી શક્યા નથી. હજી પણ પાલીકા પાસે જેટલી પણ વાર તળાવ લિન્કિંગની કામગીરી અંગે જવાબ માંગવામાં આવ્યો તો દર વખતે ફક્ત શરુઆત જ થઇ રહી છે તેમ જણાવવામાં આવ્યું છે પરંતુ હજી સુધી કોઈ નક્કર કામગીરી કરી નથી.
તળાવ લીંક, સેલ્ટર હોમ, અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ જેવા વિવિધ પ્રોજેક્ટ કાગળોની બહાર આવાની રાહ જોઈ રહ્યા હોય તેવી પરિસ્થતિનું નિર્માણ થયું છે. દર ઉનાળામાં સર્જાતી પાણીની સમસ્યા વહેલી તકે ઉકેલાય તે હાલના સમયનો યક્ષ પ્રશ્ન બની ગયો છે. તેનો એક માત્ર ઉપાય વહેલી તકે જીલ્લાના તળાવો લીનક કરવામાં આવે તેના દ્વારાજ પાલિકા પોતાની અને નાગરિકોની સમસ્યા હલ કરી શકે.