નવસારી નગરપાલિકાએ શહેરમાં 9 જેટલા બગીચાઓના નવીનીકરણ માટે તૈયારી હાથ ધરી છે. શહેરના વાજપેયી ગાર્ડન, તુલસીવન, સ્નેહસાગર, બાલ ક્રીડાગણ, વિજલપોરના આંબેડકર ઉદ્યાન નો સમાવેશ થાય છે. આ બગીચાઓમાં જરૂરિયાત મુજબ સાધનોની મરામત અને વ્યવસ્થા મુજબ નવા સાધન પણ મુકવામાં આવશે. સિરવાઈ પાર્કમાં સ્કેટિંગ રિંગ મોટી કરવી, પાથ વે, લાઇટિંગ, પ્લાન્ટેશન વગેરેની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે બગીચાઓના નવિની કરણ માટે આશરે 83 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
બીજી તરફ નગરપાલિકા બગીચાઓની યોગ્ય જાળવણી કરવામાં આવતી ના હોવાની લોકોમાંથી ફરિયાદો ઉઠી છે. પાલિકા દ્વારા ગત વર્ષે 10 લાખથી વધુના ખર્ચે કેટલાક બગીચાઓમાં નવા સાધનો મુકવામાં આવ્યા હતા. પરંતુ પાલિકાની જાળવણીના અભાવના આ સાધનો પણ ક્ષતિગ્રસ્ત થયા છે. હવે પાલિકા ફરી એકવાર 83 લાખ રૂપિયા ખર્ચીને બગીચાઓની કાયાપલટ કરવા જઈ રહી છે. ત્યારે લોકોમાંથી સવાલ ઉઠે છે કે શું નગરપાલિકા બગીચાઓની જાળવણી કરી શકશે? કે ફરિ વખત પ્રજાના પૈસાનો ધુંવાડો થશે ?
નવસારી નગરપાલિકા હતી ત્યારે શહેરમાં નાના મોટા 11 ગાર્ડનો હતા, જેમાં 4 લેક્ફ્રન્ટ ગાર્ડનોનો પણ સમાવેશ થાય છે. હવે વિજલપોર પણ નવી પાલિકામાં સમાવતા વધુ 2 ગાર્ડનો વધ્યા છે.આમાના કેટલાક ગાર્ડનોમાં હવે સુધારની જરૂરિયાતની ઉભી થઈ છે. હવે પાલિકાએ એ અંગે નિર્ણય લીધો છે. નગરપાલિકાએ શહેરમાં આવેલ 9 જેટલા ગાર્ડનોમાં નાના સુધાર કરવાનો નિર્ણય લીધો છે.આ ગાર્ડનોમાં વાજપેયી ગાર્ડન, તુલસીવન, સ્નેહસાગર, બાલ ક્રીડાગણ, વિજલપોરનું આંબેડકર ઉદ્યાન, અજિત સોસાયટીનું વીરાજલી ઉદ્યાન ઉપરાંત દુધિયા તળાવ અને ટાટા તળાવ સ્થિત લેક્ફ્રન્ટ ગાર્ડનનો સમાવેશ થાય છે.આ ગાર્ડનોમાં જરૂરિયાત મુજબ સાધનોની મરામત અને જગ્યા મુજબ નવા સાધન પણ મુકવામાં આવશે. આ ઉપરાંત 2 ગાર્ડનોની તો કાયાપલટ કરવાનો નિર્ણય લીધો છે.
જેમાં લુન્સીકૂઈ સ્થિત સિરવાઈ પાર્ક અને ફુવારા સ્થિત જ્યુબિલી ગાર્ડનનો સમાવેશ થાય છે. વધુ કામ સિરવાઈ પાર્કમાં કરાશે,જ્યાં સ્કેટિંગ રિંગ મોટી કરવી, પાથ વે, લાઇટિંગ, પ્લાન્ટેશન વગેરે કામગીરી કરાશે. આ માટે સરકારી ગ્રાન્ટમાંથી 83 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરાશે. આ કામની ટીએસ આવતા ટેન્ડરીંગ શરૂ કરાયું છે. પાલિકા દ્વારા ગાર્ડનનું નવીનીકરણ કરવાનો નિર્ણય લોકો વધારી રહ્યા છે. પરંતુ જુના ગાર્ડનની જાળવણીમાં પાલિકા નિષ્ફળ સાબિત થઈ છે પાલિકા હદ વિસ્તારમાં આવતા જુના બાગ બગીચા ખખડધજ હાલતમાં થઈ ગયા છે. પાલિકા દ્વારા ગત વર્ષે ૧૦ લાખથી વધુના ખર્ચે અમુક ગાર્ડનમાં નવા સાધનો મુકવામાં આવ્યા હતા. પરંતુ પાલિકાની જાળવણીના અભાવના કારણે ફરીથી તૂટી ગયા છે. જેને લઇને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.