NAVSARI : રસીકરણ કેન્દ્ર પર મોડી રાતથી જ લોકોની લાઈન, ઓનલાઇન નોંધણી ન થતા ભારે હાલાકી

|

Jul 30, 2021 | 8:44 AM

રાજ્યમાં 31 જુલાઈ સુધી વેપારીઓને રસી મુકાવી લેવાની સૂચના હોવાથી પણ રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ વધી રહી છે. અને માટે જ વહેલા રસી મળે તે હેતુથી રાત્રે લાઈન લાગે છે.

NAVSARI : રાજ્યમાં રસીના ડોઝની અછત વચ્ચે ધીમે ધીમે રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે નવસારી જિલ્લામાં લોકો રસીકરણ કેન્દ્રો પર રસી માટે મોડી રાતથી જ લાઇનમાં લાગી જાય છે. ગણદેવીના સામુહિક આરોગ્ય કેન્દ્ર અને દાંતેજ પ્રાથમિક શાળાના રસીકરણ કેન્દ્ર પર લોકો રાતથી જ બેસી ગયા હતા.  ઓનલાઇન નોંધણી ન થતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.લોકોમાં રસી માટે જાગૃતિ તો છે, પણ રસીકરણ કેન્દ્રો પાસે રસીના ડોઝ નથી.પોતાનો વારો આવે, રસી લાગે અને સુરક્ષિત બને, તે માટે લોકો રાતથી જ લાંબી કતારો લગાવવા લાગે છે, જેથી સવારે જ્યારે રસીકરણ શરૂ થાય, ત્યારે તેને રસી મળી જાય. રાજ્યમાં 31 જુલાઈ સુધી વેપારીઓને રસી મુકાવી લેવાની સૂચના હોવાથી પણ રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ વધી રહી છે.

આ પણ વાંચો : KHEDA : નડિયાદમાં ટ્રકની પાછળ બાઈક ઘૂસ્યું, બાઈકચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ 

આ પણ વાંચો : AHMEDABAD : રૂ.20ની પાણીની બોટલના રૂ.110 થી રૂ.160 વસુલતી 11 હોટલો સામે કાર્યવાહી 

Published On - 8:42 am, Fri, 30 July 21

Next Video