Navsari: ખાનગી સ્કૂલમાં લાખોની ચોરી, ઘટનાના CCTV દ્રશ્યો આવ્યા સામે

|

Jul 02, 2021 | 12:09 PM

Navsari News: નવસારીની ખાનગી શાળામાં તસ્કરોએ લાખો રૂપિયાની ચોરી કરી છે. 3 શખ્સો સ્કૂલના આચાર્યની ઓફિસમાંથી ચોરી કરતા CCTV ઝડપાયા.

Navsari News: નવસારી જિલ્લાના દાંતેજ ખાતે આવેલી ખાનગી શાળામાં ચોરી થયાની ઘટના સામે આવી છે. ચોરી કરવા માટે આવેલા તમામ તસ્કરોની તમામ હરકતો CCTVમાં કેદ થઈ છે. રાત્રીના સમયે 3 શખ્સોએ ખાનગી સ્કૂલના આચાર્યની ઓફિસમાંથી રોકડ સહિત 1.90 લાખની ચોરી કરી હતી. CCTVમાં જોઈ શકાય છે કે, ત્રણ શખ્સો શાળામાં પ્રવેશ કરે છે અને ચોરી કર્યા બાદ શાળા બહાર નીકળી રહ્યા છે.

 

 

મહત્વનું છે કે, ઘટના અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. CCTV જોતા પોલીસનું માનવું છે કે, આ એક ચડ્ડી બનિયાન ધારી ગેંગ હોય શકે છે. આ ગેંગને પકડવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : આજે પેટ્રોલ થયું મોંઘુ, ચેન્નાઇ સહીત અનેક શહેરોમાં કિંમત 100 ને પાર , જાણો તમારા શહેરના રેટ

આ પણ વાંચો: Vadodara : મ્યુકોરમાઇકોસિસની સર્જરી કરવાના મામલે રાજ્યમાં વડોદરા સૌથી મોખરે
Next Video