Navsari : નવસારીમાં આસમાની આફત વચ્ચે નદીઓના જળસ્તર વધતા લોકોના સ્થળાતંરની ફરજ, વહીવટી તંત્ર લાચાર

|

Jul 14, 2022 | 3:37 PM

સ્થળાંતર કરાયેલા કેટલાક અસરગ્રસ્તોને સેનાના હેલીકૉપટર(Helicopter ) મારફતે સુરત લાવવામાં આવશે તેવી વાત પણ સામે આવી છે. જેમને સુરતના આશ્રયસ્થાનો માં રાખવામાં આવશે. 

Navsari : નવસારીમાં આસમાની આફત વચ્ચે નદીઓના જળસ્તર વધતા લોકોના સ્થળાતંરની ફરજ, વહીવટી તંત્ર લાચાર
Situation worsens in Navsari (File Image )

Follow us on

નવસારી(Navsari ) શહેર – જિલ્લામાં શ્રીકાર વરસાદ અને નદીઓના(Rivers ) ઘોડાપૂરને કારણે સ્થિતિ ગઈકાલ રાતથી વિકરાળ થઈ જવા પામી છે. એક તરફ શહેરના રસ્તાઓ (Roads )પર નદીઓના પાણી ફરી વળ્યા છે તો બીજી તરફ હવે રેલવે ટ્રેક પણ પાણીમાં ગરકાવ થઈ જતાં મોટા ભાગની ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી હોવાની માહિતી સાંપડી રહી છે.

નવસારી શહેર – જિલ્લાની હાલત પડ્યા પર પાટુ જેવી થવા પામી છે. એક તરફ છેલ્લા 24 કલાકથી સતત વરસાદ તો બીજી તરફ અંબિકા – પૂર્ણા અને કાવેરી નદીઓના જળસ્તરમાં સતત વધારો થતાં જિલ્લાના મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આ સ્થિતિ વચ્ચે આજે બપોરે વહીવટી તંત્ર દ્વારા જલાલપોરથી બોદાલી તરફ જતા રસ્તા પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લાના અલગ – અલગ વિસ્તારોમાં આવેલા અંતરિયાળ રસ્તાઓથી માંડીને સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પર વધી રહેલા જળસપાટી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જ આજે સવારે જલાલપોરથી બોદાલી તરફ જતા રસ્તા પર ત્રણથી પાંચ ફુટ સુધી પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર માટે આ રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે વાહન ચાલકો – વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

અનરાધાર વરસાદ અને લોકમાતાઓના રૌદ્ર સ્વરૂપને પગલે નવસારી જિલ્લાની સ્થિતિ ટાપુ જેવી બની જવા પામી છે. નવસારી શહેરમાં ભાગ્યે જ કોઈ વિસ્તાર હશે કે જ્યાં વરસાદી – નદીના પાણીનો ભરાવો જોવા ન હોય. આ સ્થિતિ વચ્ચે આજે સવારથી નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે બે થી ત્રણ ફુટ જેટલા પાણી ભરાઈ જતાં તંત્રની હાલત કફોડી થવા પામી હતી. આ સિવાય સિવિલ હોસ્પિટલમાં પહોંચી રહેલા દર્દીઓ – પરિજનોની સાથે – સાથે તબીબો અને અન્ય સ્ટાફને પણ ભારે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સિવિલ કેમ્પસમાં પાણી ભરાઈ જવાને કારણે હાલ તો વહીવટી તંત્ર પણ નિઃસહાય હાલતમાં નજરે પડી રહ્યું છે.

સોનવાડી : – મુખ્ય રસ્તો બંધ. માછીવાડ, દેરા ફળીયું, ખાડીવાડ, ગગેશ્વર ફળીયું, નાગદા ફળીયાના કુલ 39 કુટુંબોના 168 લોકોનું સ્થળાતંર

સાલેજ : નવસારી ગણદેવી રોડ બંધ
ઈચ્છાપોરથી સાલેજ જતો રસ્તો બંધ
કોલવાથી સાલેજ જતો રસ્તો બંધ
ટેકરી ફળીયા, નદી ફળીયા,નવાકુવાના કુલ ૧૩ કુટુંબ ૫૪ માણસો ઉંચા ઘરમાં સ્થળાંતર
પંચાયત દ્વારા જમવાની વ્યવસ્થા

ઈચ્છાપોર : નવસારી મેઈન રોડથી ઈચ્છાપોર જતો રસ્તો બંધ
અંબીકા સ્ટ્રીટ – 19 લોકોનું સ્થળાંતર, નિશાળ ફળીયામાં 9 લોકોનું સ્થળાંતર.

ગડત : બધા રસ્તા બંધ
ટેકરા ફળીયાના 3 કુટુંબ 17 લોકોને અંબિકા હાઈસ્કુલમાં સ્થળાંતર
પંચાયત દ્વારા જમવાની વ્યવસ્થા

ખખવાડા : ગણદેવી નવસારી રોડ બંધ
ઝંડાવાડ ફળીયાના 10 કુટુંબ – 40 લોકોને સ્થળાંતર કરાયું

અજરાઈ : પાનમોરા ફળીયું, હાથીયાવાડી ફળીયાના 105 કુટુંબ – 503 લોકોનું સ્થળાંતર
પાનમોરા ફળીયાના બાજુનો ગણદેવી-ધમડાઝા તરફ જતો રસ્તો બંધ

ધમડાછા : ગણદેવી- ધમડાછા તરફ જતો રસ્તો બંધ
કાસી ફળીયાના 85 લોકોનું બાજુના ઉંચાણવાળા ઘરોમાં સ્થળાંતર
આમલી ફળીયાના 20 લોકોનું બાજુના ઉંચાણવાળા ઘરોમાં સ્થળાંતર
અમલસાડ- ધમડાછા રોડ પાણી. વાહન-વ્યવહાર બંધ
દેવધા- ધમડાછા રોડ બંધ

કછોલી :ધમડાછા-કછોલી રોડ બંધ
કોલવા- કછોલી રોડ બંધ

તલીયારા :તલીયા-દેવધા રોડ બંધ
ધમડાછા- અમલસાડવાળો રસ્તો બંધ
તલીયારના 48, ગાળાના 484 , દેસાઈ ફળીયાના ૨૫ અને કોળીવાડના 75 એમ કુલ 592 લોકોનુ સ્થળાંતર

આમ સ્થળાંતર કરાયેલા કેટલાક અસરગ્રસ્તોને સેનાના હેલીકૉપટર મારફતે સુરત લાવવામાં આવશે તેવી વાત પણ સામે આવી છે. જેમને સુરતના આશ્રયસ્થાનો માં રાખવામાં આવશે.

Next Article