Navsari : નજીકના સમયમાં વરસાદ નહીં પડે તો જળસંકટનો ભય, નદીઓના સ્તર નીચા જતા સ્થાનિકો ચિંતાતુર બન્યા

|

May 25, 2022 | 9:21 AM

નદી આસપાસના સ્થાનિક ગામના લોકો માટે પીવા અને સિંચાઇના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. નદીમાં પાણીનું સ્તર ઘટવાના કારણે નદી કિનારે આવેલા ચીમનપાડા ગામમાં પાણીની અછતની બૂમો તાજેતરમાં પડી હતી.

Navsari : નજીકના સમયમાં વરસાદ નહીં પડે તો જળસંકટનો ભય, નદીઓના સ્તર નીચા જતા સ્થાનિકો ચિંતાતુર બન્યા
symbolic image

Follow us on

એકતરફ ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થતા નજીકના સમયમાં ચોમાસું બેસવાની આશા બંધાઈ છે તો સાથેસાથે મંગળવારે નવસારી(Navsari)માં વરસેલા વરસાદે ગરમીમાં રાહત સાથે હવે મેઘસવારીની સત્તાવાર પધરામણી દૂર નહિ હોવાના સંકેત આપ્યા છે. જો નજીકના સમયમાં વરસાદ ન વરસે તો નવસારીના કેટલાક વિસ્તારોમાં ચિંતાજનક સ્થિતિનું સર્જન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેરગામ તાલુકામાંથી પસાર થતી તાન, માન અને ઔરંગા નદીના કેટલાક વિસ્તારમાં પાણીની અછતની સમસ્યા શરૂ થઇ ગઈ છે . આ નદીઓ સ્થાનિકો માટે જીવાદોરી સમાન છે. પાણીની અછત અહીંના લોકો માટે અનેક પડકાર ઉભા કરી શકે છે.

નદી આસપાસના સ્થાનિક ગામના લોકો માટે પીવા અને સિંચાઇના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. નદીમાં પાણીનું સ્તર ઘટવાના કારણે નદી કિનારે આવેલા ચીમનપાડા ગામમાં પાણીની અછતની બૂમો તાજેતરમાં પડી હતી. ગત ચોમાસામાં ખેરગામ અને ધરમપુર તાલુકામાં અને ઉપરવાસમાં સારો વરસાદ થતાં લોકોમાં પાણીની જરૂરિતાતને લઈ વર્ષ સારું જવાની આશા બંધાઈ હતી. તાલુકામાંથી પસાર થતી તાન, માન અને ઔરંગા નદીમાં હવે પાણીના સ્તર ઘટવા માંડતા આસપાસના કિનારા વિસ્તારમાં કૂવા અને બોરના તળ પણ નીચા ગયા છે. આ સમસ્યાથી ખેડૂત ચિંતાના ગરકી ગયા છે છે. ખેરગામ તાલુકામાંથી પસાર થતી તાન અને  માન નદીના સંગમ બાદ ઔરંગા નદી તરીકે ઓળખ મેળવે છે.

ગૌરી ગામના સરપંચ પ્રકાશ પટેલના જણાવ્યા અનુસાર ગૌરી ગામ નજીકથી પસાર થતી તાન નદીમાં હાલ પાણી છે પરંતુ પીવાના પાણી માટે ગામના રાનપાડા અને આદિમજૂથ ફળિયામાં સરકારી બોરના જળસ્તર નીચા ગયા છે. બોર ફેઈલ થઇ રહ્યા છે. સરકારી અધિકારીઓએ આ મામલે સર્વે પણ કર્યું છે.હવે ગામમાં વાસમો દ્વારા પાઇપલાઇન હેઠળ પાણી આપવામાં આવશે. હાલ વીજ કંપનીની બાકી કામગીરી પૂર્ણ થવાનો ઇંતેજાર છેજે પૂર્ણ થયે નલ સે જલ યોજના દ્વારા પાણી તમામ લોકોને મળી રહે એવી વ્યવસ્થા થઈ રહી છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

દર વર્ષે ઉનાળાના અંતિમ તબક્કામાં અહીંની નદીમાં પાણી સુકાતા ખેડતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે પરંતુ આ વખતે ડાઘની જગ્યાએ ચેકડેમો પણ આશીર્વાદ સાબિત થયા છે. જોકે ચીમનપાડા, પાટી ગામના નદી આસપાસના અમુક વિસ્તારમાં પાણીના તળ નીચે જતા લોકો પીવાના પાણી અને સિંચાઈના પાણીને લઈ મુશ્કેલી પડી રહી છે.

 

Published On - 9:19 am, Wed, 25 May 22

Next Article