Navsari : પાંજળાપોળને પશુ દીઠ રૂપિયા 4000 આપવાની સરકારની જાહેરાત, છતાં દાતાઓ પર નિર્ભર પાંજરાપોળ

|

Jun 21, 2021 | 7:13 PM

Navsari : નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પકડીને પાંજળાપોળ ખાતે લાવવામા આવે છે, જ્યાં નગરપાલિકા એક પશુ દીઠ 1500 રૂપિયા ચુકવે છે.

Navsari : પાંજળાપોળને પશુ દીઠ રૂપિયા 4000 આપવાની સરકારની જાહેરાત, છતાં દાતાઓ પર નિર્ભર પાંજરાપોળ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Navsari : નવસારી જીલ્લામાં રખડતા ઢોરના ત્રાસને લઇ નગરપલિકા દ્વારા ઢોરોને પકડીને પાંજળાપોળ ખાતે રાખવામાં આવે છે. આ પાંજળાપોળની ક્ષમતા એક હજાર પશુઓની છે. નવસારી સહિત અન્ય વિસ્તારોમાંથી પણ આ જગ્યાએ પશુઓ આવે છે. સરકાર દ્વારા પશુ દીઠ 4000 રૂપિયા પાંજળાપોળને આપવાની જાહેરાત તો કરી છે પરંતુ મળ્યા નથી.

પશુઓની સેવા કરતી પાંજળાપોળ સંસ્થા દાતાઓના દાનથી ચાલતી આવે છે. જોકે કોરોના કાળમાં દાતાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પકડીને પાંજળાપોળ ખાતે લાવવામા આવે છે જ્યાં નગરપાલિકા એક પશુ દીઠ 1500 રૂપિયા ચુકવે છે.

સરકાર દ્વારા આ પાંજળાપોળને પશુ દીઠ રૂપિયા 4000 આપવાની જાહેરાત કરી છે પરંતુ હજી સુધી કોઈ રકમ મળી નથી. વહેલી તકે સરકાર દ્વરા જાહેર કરાયેલી સહાય પાંજળાપોળને મળે તો અન્ય દાતા કે નગરપાલિકા પર નિર્ભર રહેવું ન પડે.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

ડો. એ.ડી દવે, પાંજળાપોળ સંચાલક જણાવે છે કે, ‘હાલમાં 1000 જેટલા પશુ છે. અહી અન્ય વિસ્તારોના પણ પશુ આવે છે. જેને ચોમાસા દરમ્યાન અમે 1200 થી વધુ પહોચાડીશું. સરકાર અને નગરપાલિકા તરફથી તો સહાય મળે છે પરંતુ અન્ય લોકો દ્વારા અનુદાન મળે તો હજુ પણ પશુઓની સંખ્યામાં વધારો કરી શકાય. સરકાર સહિત અન્ય બીજી સંસ્થાઓ દ્વારા સહાય કરવામાં આવે તો વધુ પશુઓની દેખરેખ થઈ શકે છે.’

દસરથસિંહ ગોહિલ (ચીફ ઓફિસર, નવસારી વિજલપોર નગરપાલિકા) TV9 સાથે વાત કરતાં જણાવે છે કે, ‘નગરપાલિકા દ્વારા પકડેલા ઢોરને પાંજળાપોળ ખાતે મોકલવામાં આવે છે. જેમાં મોટા ઢોરના 1500 અને નાના વાછરડાના 1000 રૂપિયા ચુકવવામાં આવે છે. સરકાર માટે પણ સહાય મળતી હોય છે અને પાંજળાપોળ આ પશુની સેવા કરતી હોય છે.’

અત્યાર સુધી દાતાઓ તેમજ અન્ય સહાયના લાભાર્થે આ પાંજળાપોળ ચાલતી હતી. નગરપાલિકા પણ રખડતા પકડેલા ઢોરને અહી રાખે છે અને કરાર આધારિત નિભાવ ખર્ચ ચુકવે છે. જેથી મર્યાદિત પ્રમાણમાં પશુઓ પકડી તેને અહી લવાય છે. સરકારમાંથી મળનાર સહાય વહેલી તકે મળે તો પાંજળાપોળની આ પશુઓની સંખ્યામાં વધારો કરી શકાય.

આ પણ વાંચો : પશુપાલકોને ચોમાસામાં પશુ આહાર અને ખાણદાણ સંબંધિત થતી મુશ્કેલીઓ અને તેનું નિવારણ

Next Article