Navsari : એસટી બસમાં દારૂની ખેપના કાવતરાને નવસારી પોલીસે નિષ્ફ્ળ બનાવ્યું, મહિલા મુસાફરની ધરપકડ કરાઈ

|

May 20, 2022 | 10:08 AM

નવસારી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે દમણ અને મહારાષ્ટ્રના સીમાના વિસ્તારોમાંથી આવતી સરકારી બસમાં કેટલાક લોકો મુસાફરના સ્વાંગમાં દારૂની ખેપ મારે છે. આ માહિતીના પગલે દમણ તરફથી આવતી એસટી બસ નવસારી ડેપોમાં પ્રવેશવાના સમયે નવસારી પોલીસે બસમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધાર્યું હતું.

Navsari : એસટી બસમાં દારૂની ખેપના કાવતરાને નવસારી પોલીસે નિષ્ફ્ળ બનાવ્યું, મહિલા મુસાફરની ધરપકડ કરાઈ
પોલીસે એસટી બસમાંથી દારૂ ઝડપી પાડ્યો

Follow us on

નવસારી(Navsari)માં બુટલેગરો માટે સરકારી બસ દારૂની ખેપ મારવા માટે સલામત સાધન બની રહ્યું છે. મુસાફરોની ભીડ વચ્ચે પોલીસતંત્ર(Navsari Police) અને એસટી(ST Bus) વિભાગ દ્વારા મુસાફરોના સામાનની તલાશી લેવી મુશ્કેલ બનતી હોવાની તકનો લાભ ઉઠાવી ખેપિયાઓ બસમાં મુસાફરીના નામે દારૂની ખેપ માર્ટા હોવાની હકીકત સામે આવી રહી છે. નવસારી ટાઉન પોલીસે આવાજ એક કાવતરાને નિષ્ફ્ળ બનાવ્યો છે જેણે બસમાં સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન નવસારી ડેપોમાંથી દરીના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી છે. બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી કારયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નવસારી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે દમણ અને મહારાષ્ટ્રના સીમાના વિસ્તારોમાંથી આવતી સરકારી બસમાં કેટલાક લોકો મુસાફરના સ્વાંગમાં દારૂની ખેપ મારે છે. આ માહિતીના પગલે દમણ તરફથી આવતી એસટી બસ નવસારી ડેપોમાં પ્રવેશવાના સમયે નવસારી પોલીસે બસમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધાર્યું હતું. નવસારી પોલીસે એસટી ડેપોમાં વાપી થી અમદાવાદ જતી બસના મુસાફરોના સામાનની તલાશી લીધી હતી. પોલીસની તપાસ દરમ્યાન ૬૫ વર્ષીય મહિલા મુસાફર પુષ્પા ખલાસીના સમાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ મહિલાઓ દમણથી દારૂ લાવી બસમાં અમદાવાદ સુધી ખેપ મારતી હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે. પોલીસ અનુસાર તેમને બાતમી મળી હતી કે કેટલીક મહિલાઓ થેલાઓ સાથે નિયમિત મુસાફરી કરે છે. આ મહિલાઓ પાસેનો સામાન શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું હતું. હકીકત તપાસવા પોલીસે દમણ અને મહારાષ્ટ્રના સીમાના વિસ્તારોમાંથી આવતી બસોમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવાનું નક્કી કર્યું હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વાપીથી અમદાવાદ તરફ જતી એસટી બસ નવસારી એસટી ડેપોમાં પ્રવેશી ત્યારે પોલીસ બસના ઇંતેજારમાજ હતી. બસ થોભી ત્યારે તુરંત પોલીસ બસમાં પ્રવેશી હતી. નવસારી ટાઉન પોલીસે મુસાફરોના સામાનનું ચેકીંગ શરૂ કર્યું હતું. તપાસ દરમ્યાન ૬૫ વર્ષીય મહિલા મુસાફર પુષ્પા ખલાસીના સમાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મહિલાએ દેશી બનાવટના વિદેશી દારૂના જથ્થાને તેની પાસેના થેલાઓમાં સંતાડ્યો હતો અને તે અમદાવાદ તરફ જઈ રહી હતી. મહિલા વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં દારૂની ખેપ મારવાનો ગુનો નોંધી વિદેશ દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે પુષ્પા ખલાસીની ધરપકડ કરી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર અંગેની માહિતી મેળવવાની કવાયત હાથ ધરી છે.

Next Article