Navsari : હિદાયત નગરના અબ્દુલ કાદિર સૈયદની ATS અને NIA દ્વારા અટકાયત બાદ પૂછપરછ કરાઈ, જાણો શું છે મામલો

|

Sep 29, 2022 | 9:15 AM

નવસારી શહેરમાં આવેલા હિદાયતનગરમાં રહેતો અને SDPI નામની સંસ્થાના જિલ્લા પ્રમુખ અબ્દુલ કાદિર સૈયદની નામના ઈસમની અટકાયત કરીને સુરત લઈ ગયા હતા. જેમાં તેની સંભવિત રીતે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ મામલે પૂછતાજ શરૂ કરાઈ હોવાનું અનુમાન છે.

Navsari : હિદાયત નગરના અબ્દુલ કાદિર સૈયદની ATS અને NIA દ્વારા અટકાયત બાદ પૂછપરછ કરાઈ, જાણો શું છે મામલો
Abdul Qadir Sayed of Navsari was interrogated

Follow us on

દક્ષિણ ગુજરાતના નવસારી(Navsari) અને સુરત જિલ્લાઓમાં NIA અને ATSના દરોડામાં નવસારી શહેરના હિદાયત નગરમાં રહેતા અબ્દુલ કાદિર સૈયદ નામના ઈસમની દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાની આશંકાના પગલે અટકાયત કરવામાં આવી છે અને સુરત લઈ જઈ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અબ્દુલ કાદિર સૈયદ દ્વારા છઠ્ઠી જુનના 2022 ના રોજ પોતાના SDPI નામના રાજકીય સંગઠનના ગ્રુપમાં ધાર્મિક લાગણી ભડકે તેવા કોમેન્ટો કરવા અને સંદિગ્ધ પ્રવૃત્તિ ની શંકા ને પગલે નવસારી શહેર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં આઇપીસી કલમ 153 ક, 505, 120- બી અને આઇટી કલમની 66 એબી મુજબ ગુરૂ દાખલ કરવામાં આવ્યો હતો અને જામીન પર છોડવામાં આવ્યા હતા. આ મામલામાં પાંચ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ બાદ જામીન પર મુક્ત કરાયા હતા. બુધવારે રાતે એનઆઇએ અને એટીએસ આ શખ્શ શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતો હોવાની માહિતી મળી હતી જેના આધારે અબ્દુલ કાદિર સૈયદની હિદાયત નગર વિસ્તારમાં અબ્દુલ કાદિર સૈયદની તેના ઘરેથી અટકાયત કરીને સુરત લઈ જવામાં આવ્યો છે અને જ્યાં તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તાજેતરમાં સમગ્ર રાજ્યમાં ATSએ સંદિગ્ધ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેટલાક ઈસમોની અટકાયત કરી હતી. જેના ભાગરૂપે નવસારીના હિદાયતનગરમાં રહેતા અબ્દુલ કાદિર સૈયદની પણ એટીએસ દ્વારા અટકાયત કરીને પૂછપરછ કરી હતી. અબ્દુલ કાદિર સૈયદને ટાઉન પોલીસ દ્વારા તેની અટકાયત કરીને પૂછપરછ કરાઈ હતી. તેને નવસારી એક્ઝિક્યુટિવ મેજીસ્ટેટ સમક્ષ રજૂ કરવામાં આવતા તે જામીન રજૂ કરી શક્યો ન હતો. જેને પગલે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

નવસારી શહેરમાં આવેલા હિદાયતનગરમાં રહેતો અને SDPI નામની સંસ્થાના જિલ્લા પ્રમુખ અબ્દુલ કાદિર સૈયદની નામના ઈસમની અટકાયત કરીને સુરત લઈ ગયા હતા. જેમાં તેની સંભવિત રીતે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ મામલે પૂછતાજ શરૂ કરાઈ હોવાનું અનુમાન છે. મામલે તંત્ર તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

PFI ના વિવાદો વચ્ચે પૂછપરછથી તર્કવિતર્ક સર્જાયા

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે જોડાયેલા સંગઠનો અને તેના નેતાઓને ત્યાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા દરોડા અને ધરપકડ કે અટકાયત બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે એક મોટો નિર્ણય લેતા આ સંગઠન પર આગામી 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય (Union Home Ministry) દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં આ સંગઠન પર પ્રતિબંધ લગાવવા માટે ઘણા મોટા કારણો પણ આપવામાં આવ્યા છે જેમાં શા માટે તેને પ્રતિબંધિત કરવે પડ્યુ છે જણાવવામાં આવ્યું છે.

Published On - 9:14 am, Thu, 29 September 22

Next Article