Navsari : 13 ગામોના 1350 અસરગ્રસ્તોને 2.78 લાખની કેશડોલ્સ સહાય ચુકવાઈ, ખેતીમાં નુક્સાનીનો સર્વે પણ હાથ ધરાયો

|

Jul 18, 2022 | 10:13 AM

કેશ ડોલનો સર્વે પણ શરૂ કરાયો છે. પુર અસરગ્રસ્ત લોકોને સરકાર દ્વારા મળતી કેશ ડોલ સહાય આપવા શહેર મામલતદારની ટીમ સાથે પાલિકાની ટીમ પણ સર્વેમાં જોતરાઈ છે

Navsari : 13 ગામોના 1350 અસરગ્રસ્તોને 2.78 લાખની કેશડોલ્સ સહાય ચુકવાઈ, ખેતીમાં નુક્સાનીનો સર્વે પણ હાથ ધરાયો
Cashdolls were paid to the affected

Follow us on

નવસારી(Navsri) તાલુકાના ૧૩ ગામોના ૧૩૫૦ અસરગ્રસ્તોને ૨.૭૮ લાખની કેશડોલ્સ સહાય ચુકવાઈ છે. રાજ્ય સરકારે આ માહિતી જાહેર કરી છે. ગત સપ્તાહે નવસારી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદ તથા ઉપરવાસમાં પડેલા વરસાદ(Heavy Rain)ના કારણે સમગ્ર જિલ્લામાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સર્વે સહીત કેશડોલ્સની ચુકવણી કરવામાં આવી રહી છે. નવસારી તાલુકાના ૧૩ ગામોમાં ૧૩૫૦ અસરગ્રસ્તોને રૂપિયા .૨.૭૮ લાખની કેશડોલ્સની ચુકવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૩ જેટલી જુદી જુદી ટીમો બનાવીને ૧૧૨ જેટલા ઘરવખરીના નુકશાનનો સર્વે કરાયો હતો. હજુ પણ સર્વેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લા કલેકટર અમીત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને તત્કાલ સહાય મળી રહે તે તંત્ર કાર્ય કરી રહ્યું છે.

પુરના પાણી ઓસર્યા બાદ નવસારી શહેરના રસ્તાઓ પર ગંદકીના કારણે રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ અભ્યાન હાથ ધરાયુ છે. ગંદકી દૂર કરવા સુરત મહાનગરપાલિકાના સહયોગથી શહેરને ફરી ધબકતું કરવામાં આવ્યું હતું. SMC માંથી આધુનિક મશીનરીઓ સાથે 300 કર્મચારીઓનો કાફલો નવસારી પહોંચ્યો હતો. આ ટુકડીએ નવસારી પાલિકાના કર્મચારીઓ સાથે મળીને શહેરને સ્વચ્છ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. અડધું શહેર પાણીમાં ડૂબ્યું હતું. નવસારીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ત્રણ દિવસના ભારે વરસાદના કારણે નવસારી શહેરના 50 ટકા વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી.

આરોગ્યલક્ષી કામગીરી શરૂ છે. શહેરમાં રોગચાળો ન ફાટે એ માટે અલગ-અલગ વિસ્તારોમાં આરોગ્ય કેમ્પ, ડીડિટી પાવડરનો છંટકાવ, પાણીના સેમ્પલ લઈ તેની ચકાસણી સાથે જ 5 લાખ ક્લોરીનની ટેબ્લેટ શહેરના પુર પ્રભાવિત વિસ્તારમાં વુંતર્ન કરવામાં આવ્યું હતું. આરોગ્યવિભાગ દ્વારા ક્લોરીનયુક્ત પાણી પીવા લોકોને સલાહ આપવામાં આવી હતી.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

કેશ ડોલનો સર્વે પણ શરૂ કરાયો છે. પુર અસરગ્રસ્ત લોકોને સરકાર દ્વારા મળતી કેશ ડોલ સહાય આપવા શહેર મામલતદારની ટીમ સાથે પાલિકાની ટીમ પણ સર્વેમાં જોતરાઈ છે અને સર્વે બાદ સરકારી સહાય ચુકવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નદીઓમાં પૂર અને ભારે વરસાદના કારણે જિલ્લાભરમાં ખેતીનો પાક મોટા પ્રમાણમાં ધોવાઈ ગયો છે. આ નુકસાનનું પણ સર્વે હાથ ધરવામાં આવ્યું છે.

Published On - 10:13 am, Mon, 18 July 22

Next Article