NAVSARI : અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે નવા કૃષિમંત્રીનું નિવેદન, જાણો શું કહ્યું

|

Sep 17, 2021 | 6:32 PM

એકલા જામનગરમાં જ 41 હજાર હેકટર જમીનમાં ખેતીના પાકને નુકસાન થયું હોય તો અન્ય જિલ્લાઓ સહીત રાજ્યમાં કેટલું નુકસાન થયું હશે.

NAVSARI : ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ શપથ લીધાના બીજા જ દિવસથી એક્શનમાં આવી ગયું છે. રાજ્યના નવા કૃષિપ્રધાન રાઘવજી પટેલ (Raghavji Patel) આજે નવસારીની મુલાકાત લીધી છે. અહીં તેમણે કહ્યું કે, પૂરના કારણે થયેલા નુકસાનનું વળતર આપવામાં આવશે. તથા ગુજરાતમાં બાગાયતી પાકોને વીમા ફસલ યોજનામાં વણી લેવા બાબતે વિચારણા ચાલી રહી છે. તેમણે ગુજરાતના કૃષિમંત્રી તરીકે ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં કામગીરી કરવાનો સંકલ્પ કર્યો હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જયારે જામનગર અને રાજકોટના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે જામનગરમાં પ્રાથમિક નિરીક્ષણમાં 41 હજાર હેક્ટર જમીનને નુકસાન થયું હોવાનો અંદાજ છે. હવે અંદાજ લગાવી શકાય કે જો એકલા જામનગરમાં જ 41 હજાર હેકટર જમીનમાં ખેતીના પાકને નુકસાન થયું હોય તો અન્ય જિલ્લાઓ સહીત રાજ્યમાં કેટલું નુકસાન થયું હશે.

રાજ્યમાં ખેડૂતોને થયેલા નુકસાનને પગલે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજકોટ અને જામનગરમાં અસરગ્રસ્ત વિસ્તારની નિરીક્ષણ કરી તરત જ સર્વે કરવાના આદેશ આપી દીધા હતા. હવે આ દિશામાં રાજ્યના નવા કૃષિમંત્રીએ પણ નિવેદન આપ્યું છે. હવે જોવું રહ્યું કે રાજ્યના ખેડૂતોને પાકનુકસાની સામે કેટલું વળતર મળશે.

આ પણ વાંચો : Rajkot: ભાયાવદર ભાજપના આગેવાનો પહોંચ્યા ઉપલેટા મામલતદાર ઓફિસ, ભારે વરસાદને લઈને કરી આ માંગ

આ પણ વાંચો : Namo@71 : વડાપ્રધાન મોદીના 71માં જન્મદિવસના ઉપલક્ષ્યમાં ગુજરાત BJP દ્વારા 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરીનું લક્ષ્ય, 15 બાળકોની સર્જરી પૂર્ણ

Next Video