હંમેશાં હરિયાળો રહેતો જિલ્લો છતાં, નવસારી શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે પાણીની સમસ્યા

|

Mar 20, 2022 | 4:29 PM

ગત સીજનમાં સારો એવો વરસાદ જીલ્લામાં પડ્યો છે આ વરસાદને પગલે ડેમો અને તળાવોમાં નવાનીર આવ્યા હતા. પરંતુ પાલિકાની અણઆવડતના કારણે ઉનાળાની શરુઆતમાં જ પાણી બાબતે નવસારીના લોકો ત્રાસ ભોગવી રહ્યા છે.

હંમેશાં હરિયાળો રહેતો જિલ્લો છતાં, નવસારી શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે પાણીની સમસ્યા
હંમેશાં હરિયાળા રહેતો જિલ્લો છતાં, નવસારી શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે પાણીની સમસ્યા

Follow us on

પીવાનુ શુધ્ધ પાણી જનતાને મળી રહે એ વહીવટી કે શાસકપક્ષની પહેલી જવાબદારી છે. નવસારી શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે પાણીની સમસ્યાની શરૂઆત થઇ છે શહેરના વિજલપોર વિસ્તારમાં આવેલા વિસ્તારમાં પાલિકા દ્વારા પાણી આપવામાં આવતું નથી. બોરિંગનું પાણી આપવામાં આવે છે પરંતુ રેગ્યુલર ન આવવાના કારણે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

નવસારી વિજલપોર પાલિકાએ સિંચાઇ કેનાલ આધારિત બનાવેલી યોજના શહેરના 40% વિસ્તારને લાભ મળતો નથી. જેને કારણે મોટા ભાગના લોકો પાણી માટે હમેશા વલખા જ મારતા રહે છે. સરકારે સૌની યોજના જાહેર કરી લોકોને પાણી મળી રહે એવી વ્યવસ્થા કરી છે ત્યારે હરિયાળા અને તાપી નદીના કેનાલનો વિસ્તાર ગણાતા નવસારીના શહેરીજનોની સમસ્યામાં વધારો થયો છે. ગત સીઝનમાં સારો એવો વરસાદ જીલ્લામાં પડ્યો છે. આ વરસાદને પગલે ડેમો અને તળાવોમાં નવા નીર આવ્યા હતા. પરંતુ પાલિકાની અન આવડતના કારણે ઉનાળાની શરુઆતમાં જ પાણી બાબતે નવસારીના લોકો ત્રાસ ભોગવી રહ્યા છે.

બહુમતીવાળી સરકારના શાસનમાં કેટલાક વિસ્તારોમાં હેન્ડપંપ ઉપર લોકો જીવન જીવી રહ્યા છે ત્યારે વિકાસ ફક્ત કાગળના હાંસિયામાં દેખાય છે. ત્યારે બીજી તરફ પાલિકા દ્વારા ઉનાળાને ધ્યાને લઇ સર્વે કરી જે તે વિસ્તારોમાં જરૂરી પાણીની ડીમાન્ડ વોટર સપ્લાય શાખાને આપવામાં આવી છે. બીજી તરફ વિજલપોરમાં રામનગર જેવા વિસ્તારમાં WTP કાર્યરત થાય તે દિશામાં કામગીરી હાથ ધરી જીલ્લામાં લોકોને પાણીની તકલીફ નહી પડે તે માટેના તમામ પગલા યોગ્ય રીતે લીધા હોવાનું પાલિકાના ચીફ ઓફીસર દ્વારા જણાવવામાં આવ્યું છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

સુવિધા માટે વલખા મારતી નવસારીની જનતા ઉનાળા દરમ્યાન પાણી માટે પણ વલખા મારશે કે પછી ચૂંટાયેલ શાસકો અને અધિકારીઓ લોકોની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવામાં પણ ઉણા ઉતરશે તે હવે અગામી સમયમાં નજરે પડશે. સરકારની પાણી અંગેની વિવિધ યોજનાઓનો લાભ ખરેખર લાભ લોકો સુધી નહિ પહોચે તો અગામી વિધાનસભાની ચૂંટણીમાં પાણીના પોકારના પડઘમ સંભળાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ ઉત્તર ગુજરાતના કોંગ્રેસ નેતા અને પાટીદાર આગેવાનો ખોડલધામની મુલાકાતે, નરેશ પટેલ સાથે કરી બેઠક

આ પણ વાંચોઃ નડિયાદ-અમદાવાદ હાઈ વે પર અકસ્માતમાં 4ના મોતમાં મોટો ઘટસ્ફોટ, બાઈક સવાર યુવકોની બાઈકને ટક્કર માર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું

Published On - 1:08 pm, Sun, 20 March 22

Next Article