Gujarat Rain: પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 24 NDRF ની ટીમ ખડેપગે, જવાનોના બેમિસાલ સાહસે અનેક જીંદગી બચાવી

આ ત્રણ બટાલિયનોની કુલ 24 ટીમોના કુલ 600 થી વધુ જવાનો હાલમાં રાજ્યના પૂર (Flood) પ્રભાવિત વિસ્તારોમાં કાર્યરત છે.

Gujarat Rain: પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 24 NDRF ની ટીમ ખડેપગે, જવાનોના બેમિસાલ સાહસે અનેક જીંદગી બચાવી
Commendable work of NDRF
| Edited By: | Updated on: Jul 16, 2022 | 4:14 PM

ગુજરાતના (Gujarat) વિવિધ વિસ્તારો જ્યારે પૂરના (Flood In gujarat) ઓથાર હેઠળ પસાર થઈ રહ્યા હતા, ત્યારે રાષ્ટ્રિય આપદા રાહત દળ એટલે કે NDRF ની વડોદરા ખાતેની બટાલિયન 6 અને સંકટની વ્યાપકતા ને જોતા છેક પંજાબના ભતિંડા અને ઓરિસ્સાના (Odisha)  ભુવનેશ્વરથી તેડવામાં આવેલી બટાલિયન 3 અને 7 ના જવાનો એ ધોધમાર વરસાદ (Heavy Rain) અને ભય પમાડતા જળ પ્રવાહ વચ્ચે રાત દિવસ જોયા વગર અવિરત કામ કરીને પાણી વચ્ચે ફસાયેલા લોકો અને પશુધનને ઉગારીને સાહસ અને હિંમતનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

NDRF ની સરાહનીય કામગીરી

આ ત્રણ બટાલિયનોની કુલ 24 ટીમોના કુલ 600 થી વધુ જવાનો હાલમાં રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારોમાં કાર્યરત છે અને ખાસ સંજોગોને અનુલક્ષીને કેટલીક ટીમોને (NDRF Team) હવાઈ માર્ગે રાજ્યમાં લાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, રાજ્ય આપદા નિયંત્રણ તંત્ર દ્વારા તમામ સ્તરે સંકલન જાળવીને આ ટીમોનો બચાવ અને રાહત માટે બખૂબી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ ટીમોએ ચારે તરફ જળ બંબાકાર વચ્ચે જીવનું જોખમે પણ 740 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા હતા.જ્યારે 571 લોકોને સુરક્ષિત સ્થળે ખસે઼વાનુ બીડુ ઝડપ્યુ હતુ. આમ,આ ટીમોની કામગીરી 1311 જેટલાં લોકોને નવું જીવન આપ્યુ છે. ઉપરાંત આ ટીમોએ માત્ર માણસોને જ નહીં પણ જળમગ્ન વિસ્તારોમાંથી પશુધનને પણ બચાવીને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું.

જવાનોના બેમિસાલ સાહસ અને હિંમત રંગ લાવી

ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને (Rain) પગલે વલસાડ, નવસારી ઉપરાંત, છોટાઉદેપુર, આણંદ, વડોદરા, કચ્છ (Kutch), સુરત સહિતના વિવિધ જિલ્લાઓમાં NDRF ટીમોને ખડેપગે રાખવામાં આવી હતી. વડોદરા સ્થિત બટાલિયન ટીમના અધિકારીએ અનુપમે જણાવ્યુ કે, વડોદરાની બટાલિયાન 6 તથા બહારથી આવેલી બટાલિયન 3 અને 7 ની ટીમો હાલમાં પણ ખડેપગે છે. વધુમાં તેણે જણાવ્યું કે, રાજ્ય સરકાર અને જે તે જિલ્લા વહીવટી તંત્રએ જરૂરી સુવિધા પૂરી પાડીને અમારી કામગીરી સરળ બનાવી હતી. તમને જણાવવુ રહ્યું કે, પ્રભાવિત લોકોને રાહત સામગ્રીના વિતરણમાં પણ આ દળે મહત્વનું યોગદાન આપ્યુ છે.

અનુપમે વધુમાં જણાવ્યું કે અમારી ટીમોના જવાનો આફતોમાં બચાવની ઉચ્ચ કક્ષાની તાલીમ અને બચાવ કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે. તેની સાથે આ ટીમો રબર બોટ્સ, ઓ.બી.એમ. મોટર્સ, લાઈફ જેકેટ, લાઇફ ગાર્ડસ, જુદા જુદા પ્રકારના દોરડા, કટર્સ, ઇમરજન્સી લાઈટ, પ્રાથમિક સારવારના સાધનો, ફોલ્ડેબલ સીડીઓ, કાટમાળ કાપવાના સાધનો, કાટમાળમાં ફસાયેલી અથવા તેના હેઠળ દબાયેલી વ્યક્તિઓને શોધવાના ઉપકરણો ઇત્યાદિથી સુસજ્જ છે.