Navsari : વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ (Congress MLA Anant Patel) ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા તે દરમિયાન બજાર પાસેથી પસાર થતી વેળા કેટલાક ઈસમો દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ગાડીમાંથી તેમની ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમના ઉપર હુમલો કરતા આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. MLA અનંત પટેલે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહિર (Bhikhu Ahir) અને રીંકુ નામના ઈસમે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવવા ધારાસભ્યએ તજવીજ હાથ ધરી છે. તો કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર બીજી વખત હુમલો થતા આદિવાસી સમાજ રોષે ભરાયા છે. ખેરગામ પોલીસ સ્ટેશનની (khergam police) બહાર રાત્રી દરમિયાન ધરણા પર બેસીને સુત્રોચ્ચાર કર્યા હતા.
તો બીજી તરફ કોંગી MLA પરના હુમલાને લઈને રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભાજપ પર પ્રહાર કર્યા હતા અને ટ્વીટ (tweet) કરીને કહ્યુ હતું કે, ભાજપે કાયરતા સાથે અમારા ધારાસભ્ય પર હુમલો કર્યો છે. આ ભાજપ સરકાર બોખલાઈ ગઈ છે. પરંતુ અમારા આદિવાસી કાર્યકર્તા પોતાના છેલ્લા શ્વાસ સુધી લડાઈ ચાલુ રાખશે.
गुजरात में ‘पार-तापी रिवर लिंक प्रोजेक्ट’ के खिलाफ आदिवासी समाज की लड़ाई लड़ने वाले हमारे MLA अनंत पटेल जी पर भाजपा द्वारा कायराना हमला निंदनीय है।
यह BJP सरकार की बौखलाहट है। कांग्रेस पार्टी का हर एक कार्यकर्ता आदिवासियों के हक़ की लड़ाई के लिए आख़िरी साँस तक लड़ेगा।#DaroMat pic.twitter.com/rf9OY76lCZ
— Rahul Gandhi (@RahulGandhi) October 8, 2022
આ પહેલા નવસારીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. જે બાદ હુમલાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વાંસદા પોલીસ સ્ટેશન પર મોડી રાત્રે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. તમને જણાવી દઈએ કે, પટેલ ફળિયામાં બેઠક કર્યા બાદ તેઓ પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન ગામના પાંચ જેટલા શખ્સોએ ધારાસભ્યની કારને નિશાન બનાવી હતી.
Published On - 8:17 am, Sun, 9 October 22