નવસારીની 14 વર્ષીય સગીરાને સ્નેપચેટથી ફોસલાવીને કર્યું અપહરણ, પોલીસે દિલ્હી પહોંચી સગીરાને બચાવી

|

Nov 14, 2023 | 10:06 PM

સતિર દિમાગ અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો પૈસા કમાવવા માટે વિવિધ પેતરાઓ કરતા હોય છે એવી જ ઘટના ઘટી છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં જ્યાં 14 વર્ષીય સગીરાને સ્નેપ ચેટ પર ફોસલાવીને અપહરણ કર્યા બાદ એક કરોડની ખંડણી માંગનાર ચાર આરોપીઓને સુરત રેન્જ અને નવસારી જિલ્લા પોલીસે ઉત્તરપ્રદેશ થી ધરપકડ કરી છે. 

નવસારીની 14 વર્ષીય સગીરાને સ્નેપચેટથી ફોસલાવીને કર્યું અપહરણ, પોલીસે દિલ્હી પહોંચી સગીરાને બચાવી

Follow us on

જો તમારા બાળકો પણ સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે. તો સાચવજો. જી હાં, કારણ કે નવસારીના ગણદેવીમાં એક સગીર બાળકીને સ્નેપચેટ ચલાવવું ભારે પડ્યું. સોશિયલ મીડિયા પર અમુક શખ્સોએ બાળકી સાથે મિત્રતા કરી અને પછી અપહરણ કર્યું હતું. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીને ઝડપી લીધા અને બાળકીને બચાવી લીધી.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, નવસારીના ગણદેવીમાં રહેતી એક 14 વર્ષીય બાળકી. જે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હતી.  ત્યારે સ્નેપચેટ પર બાળકીની સમીર પઠાન નામના શખ્સ સાથે મિત્રતા થઇ. જે બાદ તેણે બાળકીને ફોસલાવીને વિશ્વાસમાં લીધી અને મોકો જોઇને, 10 નવેમ્બરે તેનું અપહરણ કરી લીધું. જે બાદ બાળકીને દાહોદથી રાજસ્થાન અને દિલ્હી વાયા ઉત્તર પ્રદેશ લઇ ગયા.

અપહરણ બાદ આરોપી શખ્સોએ બાળકીના પરિજનોને વોટ્સએપ કોલ કરીને રૂપિયા 1 કરોડની ખંડણી માગી હતી. જો કે હાલ તો બાળકી મળી જતા પરિજનો ખુશ છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

પરિજનોએ જ્યારે અપહરણની વાત પોલીસને જણાવી. ત્યારે જિલ્લા પોલીસે, LCB અને રેન્જ IGની ટીમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી. જો કે પોલીસ માટે આ મોટો પડકાર હતો કે ક્યાંક અપહ્યત બાળકીની હત્યા ન થઇ જાય. તે માટે પોલીસે સાવચેતીથી કાર્યવાહી કરી અને પરિજનોને આરોપીની સાથે સતત કોન્ટેક્ટમાં રાખ્યા. જે બાદ ટેક્નિકલ સર્વેલન્સના આધારે લખનઉ હાઇવે પર ટોલનાકા પાસે 4 આરોપી શખ્સોને ઝડપી લીધા અને 48 કલાક જેટલા સમયમાં બાળકીને છોડાવી લીધી.

ઘટનાનો મુખ્ય આરોપી સમીર પઠાન પોલીસના સકંજામાં છે. તો, ગુનામાં સામેલ મોહિત સેવક, પ્રદીપ ચૌધરી અને અભિષેક ચૌધરીને પણ ઝડપડ્યા.

ઘટનાની તપાસમાં એવો ખુલાસો થયો કે, પહેલા બાળકીને દાહોદથી રાજસ્થાન લઇ જવાઇ હતી. જો કે રાજસ્થાન પોલીસ સાથે મળીને પણ તપાસ કરી. પરંતુ શખ્સો બાળકીને દિલ્હી લઇ ગયા અને નીલવિહાર ઝૂંપડપટ્ટીમાં રાખી હતી. જે બાદ દિલ્હીની સ્પેશિયલ ટીમે પણ તપાસ કરી. પરંતુ શખ્સો ત્યાંથી પણ ફરાર થઇ ગયા અને ઉત્તર પ્રદેશ જતા હતા.

આ પણ વાંચો : નવસારી પોલીસે કર્યુ એ કામ કે તમે પણ કરી ઉઠશો સલામ, જુઓ વીડિયો

ત્યારે યુપીની STF સાથે મળીને ગુજરાત પોલીસે આરોપીને લખનઉમાંથી ઝડપી લીધા. હવે, પોલીસે તમામ આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને યુપી પોલીસના 50થી વધુ કર્મચારીઓએ બાળકીને બચાવી. આધુનિક જમાનામાં બાળકો સોશિયલ મીડિયા વાપરે છે. પરંતુ તે ક્યાંય મુશ્કેલીનો ફંદો ન બની જાય તે ધ્યાન રાખવું જરૂરી છે.

(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)

 નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article