સુણસરના ધોધથી સર્જાયો કુદરતી નજારો, ધોધની મોજ માણવા ઉમટ્યા પ્રવાસીઓ

|

Sep 19, 2020 | 2:46 PM

ઉતર ગુજરાતમા છેલ્લા એક સપ્તાહથી પડેલા ભારે વરસાદને પગલે અનેક નદી નાળામાં નવુ નીર આવ્યું છે. તેની સાથેસાથે અરવલ્લીની ગીરીમાળા પણ લીલોતરીથી ખીલી ઉઠી છે. અરવલ્લીની પર્વતમાળા ઉપર છવાયેલ લીલી ચાદરથી વાતાવરણ સુંદર બન્યું જ છે. ભીલોડાના સુણસરનો ધોધ જીવંત થતા સમગ્ર નજારો નયનરમ્ય બન્યો છે. ધોધ પરથી વહેતા અસ્ખલિત પાણીને કારણે સર્જાતા વાતાવરણને માણવા […]

સુણસરના ધોધથી સર્જાયો કુદરતી નજારો, ધોધની મોજ માણવા ઉમટ્યા પ્રવાસીઓ

Follow us on

ઉતર ગુજરાતમા છેલ્લા એક સપ્તાહથી પડેલા ભારે વરસાદને પગલે અનેક નદી નાળામાં નવુ નીર આવ્યું છે. તેની સાથેસાથે અરવલ્લીની ગીરીમાળા પણ લીલોતરીથી ખીલી ઉઠી છે. અરવલ્લીની પર્વતમાળા ઉપર છવાયેલ લીલી ચાદરથી વાતાવરણ સુંદર બન્યું જ છે. ભીલોડાના સુણસરનો ધોધ જીવંત થતા સમગ્ર નજારો નયનરમ્ય બન્યો છે. ધોધ પરથી વહેતા અસ્ખલિત પાણીને કારણે સર્જાતા વાતાવરણને માણવા માટે પ્રવાસીઓનો મેળો જામે છે.
ચોમાસુ બેસતા જ જાણે કે આમ તો અરવલ્લીની ગીરીકંદરાઓ ખીલી ઉઠતી હોય છે. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ઉત્તરીય સરહદી વિસ્તારોમાં ફેલાયેલી અરવલ્લીની પહાડીઓ તેના સુંદર સ્વરુપને ચોમાસામાં ખીલવતી હોય છે. આવી જ રીતે હાલ ચોમાસામાં જાણે કે અરવલ્લીની ગીરીમાળાઓનુ પ્રાકૃતીક સૌદર્ય તેની પરાકાષ્ઠાએ છે, તો સાથે જ પહાડીઓમાં આવેલા નાના મોટા ધોધ પણ જાણે કે નયન રમ્ય બનીને વહી રહ્યા છે.
  ભીલોડા તાલુકાના સુણસર ગામ નજીક આવેલો પ્રાકૃતીક ધોધ પણ સો ફુટ ઉંચાઇથી પત્થરો પરથી વહેતો હોવાને લઇને સુંદર દેખાય છે. તેની આ સુંદરતાને માણવા માટે લોકો આસપાસના વિસ્તારથી અહી આવતા હોય છે. લોકો અહી આવીને ઉત્સાહથી જાણે કે પ્રકૃતીની મોજનો આનંદ માણતા હોય છે.સ્થાનિક રહેવાસીનું કહેવુ છે કે,  અહી સુંદર ધોધ વહે છે અને ચોમાસામાં સતત ધોધ વહેતો હોવાને લઇને અહી મોટા પ્રમાણમાં પ્રવાસીઓનો ધસારો દર વર્ષે રહે છે. ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઇને પ્રવાસીઓનો ધસારો ઘટ્યો છે, પરંતુ તેમ છતાં પણ ઘણાં લોકો આવે છે.  

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 8:55 am, Wed, 2 September 20

Next Article