NARMADA : ભારે વરસાદને કારણે કરજણ ડેમ રુલ લેવલ પર, ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડાયું

|

Sep 21, 2021 | 5:06 PM

મધ્ય ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં છોટાઉદેપુર, વડોદરા અને પંચમહાલ પંથકમાં ભારે વરસાદ ખાબકયો છે. અને વરસાદને કારણે આ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે.

હાલ કરજણ ડેમની જળસપાટી 113.80 મીટર છે અને રૂલ લેવલ 113.75 મીટર છે. કરજણ નદીમાં હજી 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે.

NARMADA : ભારે વરસાદને કારણે નર્મદાના કરજણ ડેમમાં નવાં નીર આવ્યાં છે. દેડિયાપાડા, સગબારામાં ભારે વરસાદને કારણે કરજણ ડેમમાં પાણીની આવક થઇ છે અને ડેમમાં જળસ્તર રુલ લેવલ સુધી પહોચી ગયું છે.
ડેમનું રૂલ લેવલ જાળવવા કરજણ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. કરજણ ડેમના 4 દરવાજા ખોલીને 17,402 ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. હાલ કરજણ ડેમની જળસપાટી 113.80 મીટર છે અને રૂલ લેવલ 113.75 મીટર છે. કરજણ નદીમાં હજી 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે.

મધ્ય ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં છોટાઉદેપુર, વડોદરા અને પંચમહાલ પંથકમાં ભારે વરસાદ ખાબકયો છે. અને વરસાદને કારણે આ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે.

ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર છે, ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાં બાકાત નથી. નર્મદા જિલ્લામાં કરજણ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે હાલ કરજણ ડેમની જળ સપાટી 113.80 મીટર પર પહોંચી ગઈ છે. આજે કરજણ ડેમના 4 દરવાજા ખોલી 17,402 ક્યુસેક જેટલું પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું છે અને હજી 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે.જેથી કાંઠા વિસ્તારના લોકોને તંત્રએ સાવધ રહેવા સૂચન કર્યું છે. કરજણ ડેમના નીચણવાળા વિસ્તારમાં આવતા ગામો ભચરવાડા, હજરપુરા, ધાનપોર,રાજપીપળા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર, ધમણાછાને સાવધ કરાયા છે.

આ પણ વાંચો : હાઇકોર્ટનો રેલ્વે મંત્રાલયને આદેશ, ગીર અભયારણ્યમાં રેલ્વે નેટવર્ક અને તેની વન્યજીવ સૃષ્ટિ પર થતી અસરની વિગતો રજૂ કરો

Next Video