
Narmada – Surat : રાજવી નગર રાજપીપળા(Rajpipla) અને સુરત(Surat) જિલ્લાના બારડોલી(Bardoli)માં રાજપૂતોએ વેર વાળવા નહિ પણ પોતાની કુળદેવીમાં હરિસિદ્ધિ માતાજી(Harisidhi Mataji)ની અનોખી આરાધના કર હતી. નવરાત્રીમાં રાજપીપળામાં તલવાર ઉઠાવી દિલધડક કરતબ સાથે હરિસિદ્ધિ માતાજીના મંદિરે દિલધડક તલવાર આરતી કરવામાં આવી હતી.તલવાર એ રાજપૂતોનું શસ્ત્ર છે રાજપૂત સમાજમાં તલવારબાજીની કળા યથાવત રહે તે હેતુથી આ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજપૂત સમાજના યુવાનો વર્ષ 2014થી રાજપીપળામાં હરિસિદ્ધિ માતાજીના મંદિરે તલવાર આરતી કરે છે. વર્ષ 2023 માં સતત 10માં વર્ષે નર્મદા, ભરૂચ, મહીસાગર, વડોદરા તથા સુરત જિલ્લાના 10 થી 40 વર્ષના સફેદ વસ્ત્ર અને કેશરી સાફામાં સજ્જ રાજપૂત સમાજના 185 યુવકોએ સતત 1 કલાક 30 મિનિટ સુધી લાગ લગાટ ઢોલ નગારાના તાલે તલવારના દિલધડક કરતબોથી મહાઆરતી કરતા હાજર શ્રદ્ધાળુઓ પણ દંગ રહી ગયા હતા આ પસંગે રાજપીપલાના પૂર્વ મહારાજા રઘુવીરસિંહ ગોહિલ,મહારાણી રૂકમનિદેવીજી સહિત રાજપૂત સમાજના આગેવનો ઉપસ્થિત રહ્યા હતા
સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ અનોખું આયોજન કરાયું હતું . બારડોલી માં સ્ટેશન રોડ પર કોલેજ મેદાન ખાતે સ્વર્ણિમ ગ્રુપ દ્વારા નવરાત્રી મોહત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. શક્તિની ઉપાસના કરતા રાજપૂત સમાજ અને તેના રાજપૂત કરણી સેના દ્વારા વીરતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ દ્વારા માતાજી ની આરતી માં તલવાર મહા આરતી અને તલવારબાજીનું આયોજન કરાયું હતું . સુરત જિલ્લા ના રાજપૂત સમાજના યુવક યુવતીઓ મોટી સંખ્યા માં જોડાયા હતા.
શુરવીરતા અને શક્તિની ઉપાસના રાજપૂતોની આગવી ઓળખ રહી છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બારડોલી દ્વારા કાર્યક્રમનું આયોજન સફળ રહ્યું હતું . સમગ્ર સુરત જિલ્લામાંથી આવેલા રાજપૂત સમાજના યુવાનોએ માતાજીની તલવાર આરતી અને બાદ માં દિલધડક તલવારબાજી કરતબ દેખાડ્યા હતા.
Input Credit : Vishal Pathak, Narmada & Jignesh Mehta, Bardoli
Published On - 1:33 pm, Sat, 21 October 23