Narmada : વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે કોરોનાના નિયમોનો ભંગ

|

Aug 09, 2021 | 4:48 PM

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આદિવાસી દિવસની ઉજવણીના દિવસે લોકો કોરોનાની ગાઈડલાઈનનુ ભાન ભુલ્યા હતા.

Narmada : જિલ્લામાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડયા છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આદિવાસી દિવસની ઉજવણીના દિવસે લોકો કોરોનાની ગાઈડલાઈનનુ ભાન ભુલ્યા હતા. આ કાર્યક્રમ નું આયોજન બિટીપી દ્વારા કરવામાં આવ્યું હોય તેમ માનવામાં આવી રહ્યું છે. હાલ તો આ કેસમાં નર્મદા પોલીસ શું કોઈ પગલાં લેશે તે એક સવાલ છે. નોંધનીય છેકે કોરોનાની બીજી લહેર મંદ પડતાની સાથે જ લોકો કોરોના ગાઇડલાઇનનો ભંગ કરતા નજરે પડી રહ્યાં છે. જો લોકો ઠેરઠેર ભીડ કરતા રહેશે તો કોરોનાની ત્રીજી લહેર ભયાનક હોવાનું સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. એટલે લોકોએ હજું પણ સાવચેત રહેવાની જરૂર છે.

 

Published On - 4:48 pm, Mon, 9 August 21

Next Video