Narmada : કેવડીયા કોલોની ખાતે પ્રદેશ ભાજપ કારોબારીમાં રક્ષામંત્રીના આગમન પૂર્વે સઘન સુરક્ષા વ્યવસ્થા

|

Sep 01, 2021 | 8:12 PM

કેવડીયા કોલોનીમાં યોજાનાર ભાજપ પ્રદેશની કારોબારી બેઠકમાં રાજનાથસિંહ ગુરુવારે ભાગ લેશે.ત્યારે તેમની સુરક્ષા માટે એનએસજીના કમાન્ડોએ મિનીસ્ટરના રૂટ સહીત તમામ મુલાકાતી સ્થાનો પર સેલ્ફ ચેકિંગ હાથ ધર્યુ છે.

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુરુવારે કેવડિયા આવવાના છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી રહી છે. ગુરૂવારે કેવડીયા કોલોનીમાં યોજાનાર ભાજપ પ્રદેશની કારોબારી બેઠકમાં રાજનાથસિંહ ભાગ લેશે.ત્યારે તેમની સુરક્ષા માટે એનએસજીના કમાન્ડોએ મિનીસ્ટરના રૂટ સહીત તમામ મુલાકાતી સ્થાનો પર સેલ્ફ ચેકિંગ હાથ ધર્યુ છે.

ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક આજથી કેવડીયામાં યોજાઇ રહી છે. ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી ખાતે આયોજન કરાયું છે..પ્રદેશ પ્રમુખ, મુખ્યપ્રધાન રૂપાણી સહિત ટોચના નેતાઓની હાજરી વચ્ચે યોજનાર બેઠકમાં ડ્રીમ પ્રોજેક્ટ એવા ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ કરાશે.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામથી સજ્જ 750 મહત્વના કાર્યકરોને ટેબ્લેટ આપવામાં આવશે. આ બેઠકમાં ચૂંટણી દરમિયાન પ્રચાર કેવી રીતે કરવો અને ભાજપના તમામ સભ્યોએ સોશિયલ મીડિયામાં કેવી રીતે એક્ટિવ રહેવું તે અંગે માહિતી આપવામાં આવશે.

જેમાં પ્રધાનો સહિત તમામ હોદ્દેદારોને પ્રાઇવેટ વાહનો નહીં લાવવા ખાસ સૂચના આપવામાં આવી છે. કારોબારી બેઠકમાં 3 રાજકીય ઠરાવ પારિત કરવામાં આવશે તેમજ આગામી 2022માં યોજાનારી ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપની કારોબારી બેઠક અનેક રીતે મહત્વની માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો : RAJKOT : રાજવી પરિવાર મિલકત વિવાદ, બહેન બાદ હવે ભત્રીજાએ વારસાઈ મિલકતમાં હક માગ્યો

આ પણ વાંચો :  Surat: મૃત્યુ બાદ 13 અંગોનું દાન કરીને 12 વ્યક્તિમાં સુરતનાં આ બે ભાઈબંધ જીવતા રહેશે

Published On - 8:08 pm, Wed, 1 September 21

Next Video