Narmada : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind)એકતાનગર (Ektanagar)ખાતે દ્વિદિવસીય (National Judicial Conference on Mediation and Information Technology)નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સ ઓન મીડિએશન એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી વિષયક સભાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભારતના મુખ્ય ન્યાયધીશ એન. વી રમણા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા સુપ્રિમ અને વિવિધ હાઇકોર્ટસ જજીસની ઉપસ્થિતમાં શુભારંભ કરાવ્યો હતો. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઝડપી ન્યાયિક પ્રક્રિયા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ન્યાયમાં ઇચ્છિત પરિણામ માટે તમામ પક્ષોએ મધ્યસ્થીકરણ પ્રત્યે સકારાત્મક વલણ રાખવું જોઇએ.
છેલ્લા બે દાયકાઓમાં તકરારોનું વૈકલ્પિક નિવારણની પદ્ધતિ ન્યાયતંત્રમાં અસરકારક સાબિત થઇ છે. ખાસ કરીને દીવાની બાબતોના કેસોમાં આનાથી સુખદ સમાધાન લાવી શકાય છે. આ પ્રસંગે સંબોધન કરતા રાષ્ટ્રપતિએ તેમના લીગલ પ્રેક્ટિશનર તરીકેના દિવસોને યાદ કર્યા અને કહ્યું કે તે વર્ષો દરમિયાન, તેમના મન-મસ્તિષ્ક પર છવાયેલા રહેતા અનેક મુદ્દાઓ પૈકી એક ‘એક્સેસ ટુ જસ્ટીસ’ નો મુદ્દો હતો. ‘ન્યાય’ શબ્દમાં ઘણું બધું સમાયેલું છે અને આપણા બંધારણની પ્રસ્તાવનામાં તેના પર યોગ્ય રીતે ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કોન્ફરન્સ માટેના વિષયો ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કર્યા હોવાની વાત કહી. ન્યાયતંત્રમાં વૈકલ્પિક વિવાદ નિરાકરણ (ADR) મિકેનિઝમ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) બંને ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે, પરંતુ તેમના માટે તે એટલે મહત્વપૂર્ણ છે કારણ કે તે સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે અને ન્યાય આપવા માટે વધુ સક્ષમ બનશે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે સંસદ, સરકાર અને ન્યાયપાલિકા લોકશાહીના આધારસ્તંભ છે. ન્યાય પાલિકાને સૌના વિકાસ, વિશ્વાસ અને શ્રદ્ધાનું આસ્થા કેન્દ્ર ગણાવતા તેમણે ઉમેર્યું કે સરકાર અને ન્યાયપાલિકા પરસ્પર તાલમેલ અને પવિત્રતાથી કામ કરે તો રાષ્ટ્ર વિકાસની નવી ઉંચાઈઓ હાંસલ કરી શકે છે. આ કોન્ફરન્સમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ નાગેશ્વર રાવ, એમ.આર.શાહ, અબ્દુલ નઝિર, વિક્રમ નાથ, બેલાબેન ત્રિવેદી, મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી,વિવિધ રાજ્યોની વડી અદાલતોના ચીફ જસ્ટિસ, રજિસ્ટ્રાર, મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :રાજ્યમાં 954 સેન્ટર પર લોકરક્ષક દળની પરીક્ષા લેવાશે, 2.95 લાખ ઉમેદવારને કોલ લેટર ઈશ્યુ કરાયા
આ પણ વાંચો :Surat ની માતા તેના બે પુત્રો સાથે પડકારજનક ‘મિશન ભારત’ પર: કાર ડ્રાઈવિંગ કરી સમગ્ર ભારત ભ્રમણ કરશે