NARMADA : SoUના પ્રવાસીઓ માટે સુવિધા ગ્રામજનો માટે દુવિધા, રેલવે ટ્રેક સ્થાનિકો માટે મુશ્કેલીરૂપ

|

Jul 29, 2021 | 5:23 PM

ડભોઈ-ચાણોદ અને કેવડિયા સુધી રેલવે લાઈન લગભગ 32 કિલોમીટરની નાખવામાં આવી છે. આ રેલવે લાઈનમાં લગભગ 15 જેટલા ગરનાળા બનાવવામાં આવ્યા છે.

NARMADA : સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓને આવા માટે અનેક સગવડો ઉભી કરવામાં આવી છે. જેમાં સમગ્ર દેશમાંથી આવતા પ્રવાસીઓ માટે ટ્રેનની સુવિધા પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ઉભી કરી છે. ડભોઈ-ચાણોદ અને કેવડિયા સુધી રેલવે લાઈન લગભગ 32 કિલોમીટરની નાખવામાં આવી છે. આ રેલવે લાઈનમાં લગભગ 15 જેટલા ગરનાળા બનાવવામાં આવ્યા છે.

જેમાં પાણી ભરવાની સમસ્યાના કારણે ગામડાઓને તકલીફ પડી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ ને તો ત્યાં પહોંચવા માટે કોઈ તકલીફ નથી પડી રહી, પણ રેલવેની સુવિધા કરવાથી નજીકના ગ્રામજનોને તકલીફ જરૂર પડી રહી છે. જેનું કારણ છે કે બે ગામને જોડતા રસ્તામાં રેલવેએ ટ્રેક નાખી દીધો પણ ગામમાં જવા માટે ગરનાળું પણ બનાવ્યું છે.

જેથી લોકોની અવર જવર થઈ શકે પણ ગરનાળા પર શેડ ઉભો કરવામાં નથી આવ્યો. જેથી ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે. પાણી ભરવાના કારણે લોકોને જોખમે બાઈક પસાર કરવી પડે છે. તો પછી ચાલતા ગરનાળું પસાર કરવાનો વારો આવ્યો છે.

બીજું ગરનાળામાં પાણી તો ભરાય છે પણ રેલવે ટ્રેકની બાજુમાંથી જે માટી નું ધોવાણ થાય છે તે માટી પણ ગરનાળામાં આવે છે. જેથી ચાલીને જતા ઘણીવાર લોકો પડી પણ ગયા છે. હાલ તો વરસાદ એ વિરામ લીધો છે તો પાણી ઓછું છે પણ જો વરસાદ બે ત્રણ દિવસ સુધી સતત પડે તો 108 ને પણ જવામાં મુશ્કેલી પડી શકે છે.

Published On - 5:22 pm, Thu, 29 July 21

Next Video