નર્મદા : AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ દિવાળી અજ્ઞાતવાસમાં વિતાવવી પડશે! આગોતરા જમીનનો નિર્ણય ઠેલાયો

નર્મદા  : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા વનકર્મીઓને ઘરે બોલાવી ધમકાવવાના અને ફાયરિંગ કરવાના મામલામાં ધારાસભ્ય ફરાર છે અને તેમના પત્ની ધરપકડ બાદ હોસ્પિટલના બિછાને છે.

નર્મદા : AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ દિવાળી અજ્ઞાતવાસમાં વિતાવવી પડશે! આગોતરા જમીનનો નિર્ણય ઠેલાયો
| Edited By: | Updated on: Nov 11, 2023 | 8:55 AM

નર્મદા  : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા વનકર્મીઓને ઘરે બોલાવી ધમકાવવાના અને ફાયરિંગ કરવાના મામલામાં ધારાસભ્ય ફરાર છે અને તેમના પત્ની ધરપકડ બાદ હોસ્પિટલના બિછાને છે.

મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરીએકવાર ચોંકાવનારું નિવેદન આપતા આક્ષેપ કર્યો છે કે ચૈતર વસાવાએ આમ આદમીને સમર્પિત કાર્યકરનાં ભાઈનેજ ધમકાવ્યો હતો જે વનવિભાગમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવે છે.

ઉલ્લેખનીય છે કે  ડેડીયાપાડા તાલુકાના કોલીવાડા ગામમાં જંગલની જમીનમાં ખેતી કરવાના મામલે ખેડૂત અને વન વિભાગના કર્મચારીઓ તકરાર થઇ હતી. આ બનાવમાં જંગલની જમીનમાં ગેરકાયદેસર ખેતીના આક્ષેપ સાથે વન વિભાગે ખેડૂતે વાવેતર કરેલો કપાસનો પાક નષ્ટ કરી નાંખ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ ઘટના બાદ ખેડૂતોની તરફેણમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ વનકર્મીઓને બોલાવી ધમકાવ્યા હતા.

વન વિભાગના કર્મચારીઓને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી ધમકાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ ફરિયાદ બાદથી ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર છે જયારે તેમના પત્ની સહિત 3 આરોપી હાલ કસ્ટડીમાં છે. આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઇ આવેલાં ચૈતર વસાવાએ રાજપીપળાની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. આ કહી ઘટનામાં શુક્રવાર 10 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

નર્મદા જિલ્લાની સેશન્સ કોર્ટના જજ એન.આર.જોષીએ ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી પર વધુ સુનાવણી 20મીએ હાથ ધરવાનો આદેશ કર્યો છે. કોર્ટના આદેશથી હવે ધારાસભ્યએ દિવાળી પણ અજ્ઞાતવાસમાં વિતાવવાની ફરજ પડશે. ધારાસભ્યની પત્ની સહિતના 3 આરોપીની નિયમિત જામીન માટેની અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કરેલા  વધુ સુનાવણીના આદેશ દરમિયાન આગોતરા અરજી પેન્ડિંગ હોવા છતાં પોલીસ ચૈતર વસાવાની ધરપકડ કરે તો પણ નવાઈ નહીં.

બીજી તરફ ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ચૈતર વસાવાના ચહેરાના માસ્ક પહેરી સમર્થકો રેલીમાં જોડાયા હતા. આ મામલાને રાજકીયરૂપ અપાયો હોવાનો અને ચૈતર વસાવાને ખોટીરીતે ફસાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રેલીના કારણે જિલ્લા કલેકટર કચેરીમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો