Breaking News : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જામીન અરજી પરત ખેંચી લેવાઈ

નર્મદા : ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન મળવા છતાં જેલ બહાર નહીં આવવાની જાહેરાત બાદ મામલાને લઈ વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાંથી ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જામીન અરજી પરત ખેંચી લેવાઈ છે.

Breaking News : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જામીન અરજી પરત ખેંચી લેવાઈ
| Edited By: | Updated on: Jan 24, 2024 | 12:33 PM

નર્મદા : ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન મળવા છતાં જેલ બહાર નહીં આવવાની જાહેરાત બાદ મામલાને લઈ વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાંથી ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જામીન અરજી પરત ખેંચી લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે આજે આ જામીન અરજીની સુનાવણી થનાર હતી જે પહેલા અરજદાર પક્ષે જામીન અરજી પરત ખેંચી લીધી છે.

ઉલ્લેખનીય છે કે આપના ધારાસભ્ય ચૈતર વસાવાને તો ગઈકાલે સેશન કોર્ટમાંથી જામીન મળી ગયા છે. પત્ની જેલમાં હોવાના કારણે તેઓએ પત્નીને જામીન મળ્યા બાદજ જેલમાંથી બહાર આવવાનું નક્કી કર્યું છે. વસાવા દંપતી સહીતના લોકો સામે વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો અને ધમકાવવાનો ગુનો નોંધાયો હતો.

ગુનામાં આરોપી કુલ 9 લોકો પૈકી ચૈતર વસાવા સહિત 6 ને જામીન મળી ગયા છે. ધારાસભ્યના પત્નિ સહિત 3 ના જામીન મળવાના બાકી છે. 14 ડિસેમ્બરથી જેલમાં રહેલા ચૈતર વસાવાને સેશન કોર્ટે જામીન આપ્યા હતા.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો