Gujarati Video : નર્મદા જિલ્લામાં તિલકવાડા પાસે નર્મદા નદી પર હંગામી બ્રિજ બનાવવાની મંજૂરી
નર્મદા જિલ્લામાં તિલકવાડા પાસે નર્મદા નદી પર હંગામી બ્રિજ બનાવવાની તંત્રએ મંજૂરી આપી દીધી છે.હાલમાં ઉત્તરવાહીની નર્મદા નદીની પરિક્રમામાં નદી ઓળંગવવામાં મુશ્કેલી પડતી હોવાથી આ નિર્ણય લેવાયો છે.અગાઉ સ્થાનિક આગેવાનોએ સ્વખર્ચે બ્રિજ બનાવવાની શરૂઆત કરી હતી.પરંતુ મંજૂરી વગર બ્રિજ બનાવતા તંત્રએ કામ અટકાવ્યું હતુ
ગુજરાતના નર્મદા જિલ્લામાં તિલકવાડા પાસે નર્મદા નદી પર હંગામી બ્રિજ બનાવવાની તંત્રએ મંજૂરી આપી દીધી છે.હાલમાં ઉત્તરવાહીની નર્મદા નદીની પરિક્રમામાં નદી ઓળંગવવામાં મુશ્કેલી પડતી હોવાથી આ નિર્ણય લેવાયો છે.અગાઉ સ્થાનિક આગેવાનોએ સ્વખર્ચે બ્રિજ બનાવવાની શરૂઆત કરી હતી.પરંતુ મંજૂરી વગર બ્રિજ બનાવતા તંત્રએ કામ અટકાવ્યું હતુ.બાદમાં આગેવાનોએ ગાંધીનગર રજૂઆત કરતા હંગામી બ્રિજની મંજૂરી આપવામાં આવી છે.ભાજપના જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ અને APMC ચેરમેન દિનેશ પટેલને હંગામી બ્રિજ બનાવવાની મંજૂરી અપાઈ છે.તથા ચૈત્ર મહિનો પૂર્ણ થયા બાદ આ હંગામી બ્રિજને સ્વખર્ચે તોડવાની શરત સાથે જ બ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…