કેવડિયા ખાતે 24-25 જૂનના રોજ યોજાશે દેશના તમામ રમત ગમત મંત્રીઓની કોન્ફરન્સ

|

Jun 22, 2022 | 4:22 PM

કેન્દ્રિય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં આ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં ગુજરાત સહિત તમામ રાજ્યોના રમત ગમત મંત્રી અને સચિવો ભાગ લેશે. આ કોન્ફરન્સમાં રમત ગમત મંત્રાલયના આગામી કાર્યક્રમો અને આયોજનો અંગે ચર્ચા કરવામાં આવશે.

નર્મદા ((Narmada) જિલ્લામાં અવેલા એકતાનગર કેવડિયા (Kevadiya) તૈયાર કરવામાં આવેલુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) સંકુલ અત્યારે રાષ્ટ્રીય સ્તરના સરકારી કાર્યક્રમો માટે પહેલી પસંદ બની ગયું છે. આ સંકુલમાં આવેલા ટેન્ટ સિટી ખાતે વારંવાર રાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સનું આયોજન થતું રહે છે. આવી જ વધુ એક કોન્ફરન્સ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના સાનિધ્યમાં યોજાવા જઈ રહી છે. આ વખતે દેશના તમામ રમત ગમત મંત્રીઓની કોન્ફરન્સ યોજાશે. ગુજરાતમાં દેશના તમામ રમત ગમત મંત્રીઓની કોન્ફરન્સ યોજાવાની હોવાથી તેના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 24-25 જૂન એમ બે દિવસીય કોન્ફરન્સનું કેવડિયા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં 2 દિવસીય કોન્ફરન્સ યોજાશે.

કેન્દ્રિય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં આ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં ગુજરાત સહિત તમામ રાજ્યોના રમત ગમત મંત્રી અને સચિવો ભાગ લેશે. આ કોન્ફરન્સમાં રમત ગમત મંત્રાલયના આગામી કાર્યક્રમો અને આયોજનો અંગે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં જ દેશના તમામ રમત ગમત મંત્રીઓની કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

ઉલ્લેખની છે કે ગઈ કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નીમિત્તે  નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની હાજરીમાં 8મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયા, ગુજરાતી કલાકાર કિંજલ દવે અને આદિત્ય ગઢવી સહિતના લોકો જોડાયા.

Published On - 4:10 pm, Wed, 22 June 22

Next Video