NARMADA : કરજણ ડેમના પાણી ખેતરોમાં ફરી વળ્યા, ખેડૂતોને પારાવાર નુકસાન

|

Sep 30, 2021 | 2:06 PM

ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી ચોમાસાની સીઝનમાં કરજણ ડેમનું પાણી ખેતરમાં ભરાઈ જતા તંત્ર દ્વારા નુકશાન બાબતે સર્વે કરાઈ છે પરંતુ નુકશાની વળતર હજુ સુધી મળ્યું નથી. ત્યારે આ વખતની નુકશાનીનું વળતર ક્યારે મળશે તે ખેડૂતોને સતાવી રહ્યું છે.

કરજણ ડેમમાંથી અચાનક પાણી છોડવાથી ખેડૂતોના પાકને કરોડોનું નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદના પગલે કરજણ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતુ. જે પાણી નાંદોદ તાલુકાના 5 ગામોના 200 એકર ખેતર પર ફરી વળતા ઊભા કેળનો પાક નષ્ટ થયો હતો. જેને પગલે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કરજણ ડેમના અધિકારીઓ અચાનક વધુ પાણી છોડે અને તરત પાણી બંધ કરી દે છે. જેથી આ તારાજી સર્જાઈ છે.

ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી ચોમાસાની સીઝનમાં કરજણ ડેમનું પાણી ખેતરમાં ભરાઈ જતા તંત્ર દ્વારા નુકશાન બાબતે સર્વે કરાઈ છે પરંતુ નુકશાની વળતર હજુ સુધી મળ્યું નથી. ત્યારે આ વખતની નુકશાનીનું વળતર ક્યારે મળશે તે ખેડૂતોને સતાવી રહ્યું છે.

નોંધનીય છેકે છેલ્લા કેટલાક દિવસોથી કરજણ ડેમના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાયો હતો. પરંતુ, ડેમમાં પાણીની આવકને પગલે પાણી છોડવામાં આવતા આસપાસના પંથકમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે. જેની અસર આસપાસના વિસ્તારના ખેડૂતોને થઇ છે. અને, ખેતરોમાં પારાવાર નુકસાન થયું છે.

આ પણ વાંચો : ગુજરાત ઉપર બે દિવસ સંકટના વાદળો ઘેરાયેલા રહેશે, જાણો સેટેલાઇટ તસ્વીરની મદદથી કયાં પડશે ભારે વરસાદ ?

આ પણ વાંચો : 7th Pay Commission: હવે રૂપિયા 1.25 લાખ માસિક પેન્શન મળશે, સમજો સરકારના નવા પેન્શન રુલ્સને અહેવાલ દ્વારા

Next Video