નર્મદાના ગરૂડેશ્વરમાં આવેલા વિયર ડેમનાં બાંધકામ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ કર્યો દાવો,વિયર ડેમ બનાવવામાં મોટી ભૂલ થતાં નર્મદેશ્વર મહાદેવનું મંદિર તૂટી ગયું, હવે દત્ત મંદિરનો વારો

શું નર્મદાના ગરૂડેશ્વરમાં આવેલો વિયર ડેમ બનાવવામાં કોઈ ખામી રહી ગઈ છે? શું નિષ્ણાત એન્જિનિયરોએ મોટી ભૂલ કરી છે? આ તમામ સવાલો એટલે થઈ રહ્યા છે કે સાંસદ મનસુખ વસાવા અને સ્થાનિક લોકોએ એવો દાવો કર્યો છે કે વિયર ડેમ બનાવવામાં મોટી ભૂલ થઈ છે. ડેમની બન્ને બાજુ પ્રોટેક્શન વોલ જ બનાવવામાં નથી આવી. જેના […]

નર્મદાના ગરૂડેશ્વરમાં આવેલા વિયર ડેમનાં બાંધકામ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ કર્યો દાવો,વિયર ડેમ બનાવવામાં મોટી ભૂલ થતાં નર્મદેશ્વર મહાદેવનું મંદિર તૂટી ગયું, હવે દત્ત મંદિરનો વારો
https://tv9gujarati.in/narmada-na-garud…mandir-tuti-gayu/
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:28 PM

શું નર્મદાના ગરૂડેશ્વરમાં આવેલો વિયર ડેમ બનાવવામાં કોઈ ખામી રહી ગઈ છે? શું નિષ્ણાત એન્જિનિયરોએ મોટી ભૂલ કરી છે? આ તમામ સવાલો એટલે થઈ રહ્યા છે કે સાંસદ મનસુખ વસાવા અને સ્થાનિક લોકોએ એવો દાવો કર્યો છે કે વિયર ડેમ બનાવવામાં મોટી ભૂલ થઈ છે. ડેમની બન્ને બાજુ પ્રોટેક્શન વોલ જ બનાવવામાં નથી આવી. જેના કારણે હાલમાં આવેલા પૂરે વિનાશ વેર્યો છે. નર્મદા ડેમનું પાણી છોડાતા ગરુડેશ્વર નજીકનો વિયર ડેમ ઓવરફ્લો થતા નર્મદા નદીમાં પૂર આવ્યું. નદીના પૂરે વિનાશક રૂપ ધારણ કરતા યાત્રાધામ ગરૂડેશ્વરમાં દત્ત મંદિરની બાજુમાં આવેલું વર્ષો જૂનું નર્મદેશ્વર મહાદેવનું મંદિર આખુ તૂટી ગયું છે અને હવે દત્ત મંદિરને પણ નુક્સાન થવાનું જોખમ છે. સાંસદ વસાવાનું કહેવું છે કે જો પ્રોટેક્શન વોલ બનાવી હોત તો આટલું નુક્સાન ન થયું હોત. તેમણે કહ્યું કે વિયર ડેમ બનાવનાર એન્જિનિયરની આ સૌથી મોટી ખામી છે જે બાબતે તેઓ રાજ્ય સરકાર અને નર્મદા નિગમનું ધ્યાન દોરશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:07 am, Thu, 3 September 20