ગુજરાતમાં રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત ભાવનગરમાં પણ નારી ગૌરવ દિવસ ઉજવાયો

|

Aug 04, 2021 | 9:00 PM

ભાવનગર જિલ્લામાં ‘‘નારી ગૌરવ દિવસ’ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાએ ‘અટલ બિહારી બાજપાઇ ઓપન એર થિયેટર’ મોતીબાગ ખાતે તેમજ જિલ્લાના કાર્યક્રમ મહુવા અને પાલિતાણા ખાતે યોજાયાં હતાં.

ગુજરાતમાં રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત ભાવનગરમાં પણ નારી ગૌરવ દિવસ ઉજવાયો
Nari Gaurav Diwas also celebrated in Bhavnagar as part of the five year celebration of Rupani government in Gujarat

Follow us on

ગુજરાત(Gujarat ) માં તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર(Bhavnagar)  જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત બુધવારે રાજ્ય વ્યાપી કાર્યક્રમના ચોથા દિવસે ભાવનગર જિલ્લામાં ‘‘નારી ગૌરવ દિવસ’ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાએ ‘અટલ બિહારી બાજપાઇ ઓપન એર થિયેટર’ મોતીબાગ ખાતે તેમજ જિલ્લાના કાર્યક્રમ મહુવા અને પાલિતાણા ખાતે યોજાયાં હતાં.

ભાવનગરના ‘અટલ બિહારી બાજપાયી ઓપન એર થિયેટર’ મોતીબાગ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું કે, રાજ્યની વર્તમાન સરકાર દ્વારા અનેક મહિલાલક્ષી પગલાઓ ઉઠાવ્યાં છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તેમજ સરકારી નોકરીની ભરતીમાં પણ અનામત આપીને મહિલા શક્તિને સામર્થ્યવાન બનાવવાનું કાર્ય કરાવામાં આવ્યું છે.

આ મહિલા શક્તિના સામર્થ્યના સથવારે સમૃધ્ધ ગુજરાતનું નિર્માણ કરવું છે. તેમણે જણાવ્યું કે, વર્તમાન સરકારે મહિલાઓને સમાજમાં અદકેરું સ્થાન મળે તે માટે મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત વિવિધ સહાય, રાહત તથા મદદ દ્વારા મહિલાઓને પુરૂષ સમોવડી બનાવવાનો ભગીરથ પ્રયાસ આદર્યો છે. એક મહિલાને ટેકો મળતાં તેના કુટુંબને ટેકો મળે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કુટુંબની સાથે સાથે સમાજ પણ આગળ આવે છે અને એક સક્ષમ રાષ્ટ્રના નિર્માણ માટે પુરૂષ જેટલી જ નારી શક્તિની ભાગીદારી જરૂરી છે. આ કાર્યક્રમમાં અનેક મહિલાઓ ને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવેલ, આ કાર્યક્રમ માં અધિકારીઓ અને ભાજપના રાજકીય આગેવાનો ઉપસ્થિત  રહ્યા હતા.

આ પણ વાંચો :  Lovlina Borgohain: મોહમ્મદ અલીની ફૈન લવલીનાએ બ્રોન્ઝ મેડલ પર પંચ માર્યો, જાણો અનોખી સ્ટોરી

આ પણ વાંચો : Corona Cases Update: દેશમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, ત્રીજી લહેર ઘાતક ન નીવડે તે માટે આરોગ્ય તંત્રએ દોડધામ શરૂ કરી  

 

Published On - 8:56 pm, Wed, 4 August 21

Next Article