પૂરના પાણીમાં ફસાયેલા કડોડના ગ્રામ્યજનોને નબીપુર પોલીસે બચાવ્યા

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં છોડાયેલા 10 લાખ ક્યુસેકથી વધુ પાણી, ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે. ભરૂચના કડોડ ગામમાં ઘૂસી આવેલા નર્મદાના નીરને કારણે 19 ગ્રામ્યજનો ફસાઈ ગયા હતા. ફસાયેલા ગ્રામ્યજનોએ પોલીસને ફોન કરીને પૂરના પાણીની વચ્ચે ફસાયા હોવાની જાણ કરી હતી. નબીપુર પોલીસે રેસ્કયુ ટીમની રાહ જોયા વિના જ કમરથી લઈને ગોઠણભેર […]

પૂરના પાણીમાં ફસાયેલા કડોડના ગ્રામ્યજનોને નબીપુર પોલીસે બચાવ્યા
| Edited By: | Updated on: Sep 02, 2020 | 6:24 AM

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં છોડાયેલા 10 લાખ ક્યુસેકથી વધુ પાણી, ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે. ભરૂચના કડોડ ગામમાં ઘૂસી આવેલા નર્મદાના નીરને કારણે 19 ગ્રામ્યજનો ફસાઈ ગયા હતા. ફસાયેલા ગ્રામ્યજનોએ પોલીસને ફોન કરીને પૂરના પાણીની વચ્ચે ફસાયા હોવાની જાણ કરી હતી. નબીપુર પોલીસે રેસ્કયુ ટીમની રાહ જોયા વિના જ કમરથી લઈને ગોઠણભેર પાણીમાં ઉતરીને ગ્રામ્યજનોને સહીસલામત રીતે સુરક્ષીત સ્થળે ખસેડ્યા હતા.

 ફસાયેલા લોકોમાં બાળકો પણ હોવાની માહિતી મળતા, મામલાને ગંભીરતાથી લેવાયો હતો રેસ્ક્યુ ટિમને મદદે બોલવાનું નક્કી કરાયું પરંતુ થોડો સમય લાગે તેમ હોવાથી પોલીસે નબીપુર પોલીસે જાતે જ રેસ્ક્યુ ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો.  બોટ લઇ પોલીસ કબીરવડથી કડોદ ગામમાં પહોંચી હતી જ્યાં કમરસમણાં પાણીમાંથી બાળકો સહીત ૧૯ લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા

 

Published On - 6:23 am, Wed, 2 September 20