સાબરકાંઠામાં ઓક્સિજનના અભાવે કોરોનાના દર્દીઓ માટે સ્થિતિ ગંભીર, ઓટીમાં દાખલ કરાય છે દર્દીઓને, નવા દર્દીઓ માટે ના

|

Sep 22, 2020 | 2:49 PM

સાબરકાંઠા જિલ્લામાં આવેલી જીએમઇઆરએસ સીવીલ હોસ્પીટલમાં, હવે કોરોનાને લઇને સ્થિતી ગંભીર બની છે. કોરાના દર્દીઓથી હવે સીવીલ હોસ્પીટલ, જાણે કે ઉભરાવા લાગી છે. તો બીજી તરફ સીવીલ હોસ્પીટલ ઓક્સિજનના અભાવને, લઇને દર્દીઓની સારવાર કરવા માટે મુશ્કેલી અનુભવી રહી છે. સતત છ માસથી એક ધારી રીતે સારવાર કરી રહેલા તબીબોને, દર્દીઓને સાજા કરવા માટે હવે મુશ્કેલ […]

સાબરકાંઠામાં ઓક્સિજનના અભાવે કોરોનાના દર્દીઓ માટે સ્થિતિ ગંભીર, ઓટીમાં દાખલ કરાય છે દર્દીઓને, નવા દર્દીઓ માટે ના

Follow us on

સાબરકાંઠા જિલ્લામાં આવેલી જીએમઇઆરએસ સીવીલ હોસ્પીટલમાં, હવે કોરોનાને લઇને સ્થિતી ગંભીર બની છે. કોરાના દર્દીઓથી હવે સીવીલ હોસ્પીટલ, જાણે કે ઉભરાવા લાગી છે. તો બીજી તરફ સીવીલ હોસ્પીટલ ઓક્સિજનના અભાવને, લઇને દર્દીઓની સારવાર કરવા માટે મુશ્કેલી અનુભવી રહી છે.

સતત છ માસથી એક ધારી રીતે સારવાર કરી રહેલા તબીબોને, દર્દીઓને સાજા કરવા માટે હવે મુશ્કેલ તબક્કો લાગી રહ્યો છે. ઓક્સિજનનો અભાવ સર્જાવાને લઇને, અનેક વાર વિનંતી મૌખીક રીતે કર્યા બાદ હવે, આરોગ્ય વિભાગને લેખિત પત્ર લખીને દર્દીઓના જીવ બચાવવા માટે રજુઆત હાથ ધરી છે.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સીવીલ હોસ્પીટલમાં ઓક્સિજનના બાટલાની તીવ્ર અછત વર્તાઇ રહી છે. જેને લઇને હવે દર્દીઓને સારવાર આપવી એ જાણે કે તબીબો માટે મુશ્કેલ બની ગયુ છે. તબીબો પણ દર્દીઓની દયનીય સ્થિતી જોઇને મુશ્કેલી અનુભવી રહ્યા છે.

આ ગંભીર સ્થિતીને હળવી કરવા માટે તબીબો અને સિવીલ સત્તાવાળાઓએ બેઠકો યોજી ને તંત્રને રજુઆત કરી હતી. છતાં કોઇ ખાસ અસરકારકતા નહિ જણાતા હવે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર લખીને ગંભીર સ્થિતી અંગે વાકેફ કર્યા છે.

સીવીલ હોસ્પીટલમાં ઓક્સિજનના અભાવે સ્થિતી એટલી ગંભીર બની છે. કે ખાનગી અને અન્ય હોસ્પીટલોને દર્દીઓને રીફર કરી મોકલવા પર લેખીતમાં ધરાર ના ભણી દેવાઇ છે. હાલમાં 100 બેડ નો કોવીડ વિભાગ દર્દીઓ થી ભરાઇ ચુક્યો છે.આ ઉપરાંત પણ સાંઇઠ જેટલા દર્દીઓ અન્ય ઇમરજન્સી વોર્ડ અને ઓટીમાં  રાખી સારવાર કરાઇ રહી છે.

મેડીકલ આઇસીયી અને ઇમરજન્સી ઓપરેશન થીયેટરમાં પણ દર્દીઓને રાખીને દર્દીઓના જીવ બચાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે આ બધાજ પ્રયાસો હવે જોખમી થઇ રહ્યા હોવાનુ સિવીલ સત્તાવાળાઓનુ માનવુ છે. કારણ કે ઓક્સિજન કેપેસીટી કરતા વધુ દર્દીઓની સારવાર જોખમકારક સાબિત થઇ શકે છે. આમ હવે સીવીલ સત્તાવાળાઓએ સ્થિતીને નિવારવા માટે લેખિત પત્ર લખી જાણકારી આપી છે.

તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધીકારી મુજબ જીલ્લામાં અન્ય ત્રણ સ્થળે કોરોના સારવાર માટે સુવિધા ઉપલબ્ધ કરાવવા તજવીજ હાથ ધરાઈ છે. હિમતનગરની આવિષ્કાર હોસ્પિટલમાં ૧૧ આઈસીયુ અને ૩૫ બેડ સુવિધા, ઇડરની લાઈફ લાઈન હોસ્પિટલમાં ૧૬ આઈસીયુ અને ૩૦ બેડ સુવિધા અને તલોદની આશીર્વાદ હોસ્પિટલમાં ૧૦ બેડની સુવિધા સારવાર માટે વ્યવસ્થા હાથ ધરી છે. ઉપરાંત ઇડરની સરકારી સીવીલ હોસ્પીટલમાં ૨૦ બેડ સેન્ટ્રલાઈઝડ ઓક્સિજન સુવિધા સાથે શરુ કરવા પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચોઃરાજકોટમાં આજે કોરોનાથી વધુ 19ના મૃત્યુ, ડેથ ઓડીટ કમિટી જાહેર કરશે મોતનુ સાચુ કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article