જીવન ક્યારેય ધર્મ નથી જોતું, હિન્દૂ પરિવારના બાળકોના જીવ બચાવવા મુસ્લિમ યુવાનો સમુદ્રમાં કૂદી પડ્યા, 2 લોકોને મળ્યુ નવજીવન

|

May 20, 2023 | 9:00 AM

ગ્રામજનોએ પોતાના જીવ જોખમમાં મૂકી સર્ચ ઓપરેશન હાથ ધરી તમામ 8 લોકોને સમુદ્રમાંથી બહાર કાઢ્યા હતા. એમ્બ્યુલન્સ કે અન્ય તબીબી મદદનો ઇંતેજાર કર્યા વાગર સ્થાનિકો અને પોલીસકર્મીઓએ પોતાના વાહનોમાં ૫ બાળકો સહીત 8 લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટે હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી.

જીવન ક્યારેય ધર્મ નથી જોતું, હિન્દૂ પરિવારના બાળકોના જીવ બચાવવા મુસ્લિમ યુવાનો સમુદ્રમાં કૂદી પડ્યા, 2 લોકોને મળ્યુ નવજીવન

Follow us on

વાગરા લુકાના ગાંધાર નજીક સમુદ્ર કિનારે વેકેશનની મજા માણવા ગયેલા બે પરિવારોને સમુદ્રની ભરતીના સ્વરૂપમાં કાળ ભરખી જતા ૩ નાના બાળકો સહીત 6 લોકોના મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે ભરૂચ(Bharuch)ની હોસ્પિટલમાં કલ્પાંતના દ્રશ્યોએ કઠણ હ્ર્દયના માનવીઓની પણ આખો ભીંજવી દીધી હતી. સારવાર માટે લવાયેલા 8 લોકો પૈકી 6 એકપછી એક જીવ ગુમાવતા ગમગીની ફેલાઈ હતી. આજે વાગરા તાલુકાના મુલેર ગામમાં આ કમભાગીઓની અંતિમવિધિ કરવામાં આવશે. ખંભાતના અખાતમાં અચાનક ભરતી આવતા કિનારે રમતા બાળકો તણાયા બાદ એકબીજાને બચાવવાના પ્રયાસ દરમ્યાન ૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

અમાસની ભરતીમાં બાળકો ડૂબી ગયા

ભરૂચ પોલીસ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર સાંજના સુમારે વાગરા તાલુકાના મુલેર ગામના બે પરિવાર વેકેશન હોવાથી બાળકોને ખંભાતના અખાત નજીક સમુદ્ર કિનારે ફરવા લઈ ગયા હતા. સાંજના સુમારે બાળકો કિનારે રમી રહ્યા હતા ત્યારે અમાસની ભરતી ચઢવા લાગી હતી. અચાનક ધસી આવેલા પાણીના કારણે બાળકો કિનારા તરફ પહોંચે તે પહેલા સમુદ્રએ બાળકોને તેમનામાં સમાવી લીધા હતા. આ બાળકોને બચાવવા માટે પરિવારના મોભીઓ પણ સમુદ્ર તરફ દોડ્યા હતા અને એક પછી એક 8 લોકો સમુદ્રમાં સમાઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી સમુદ્રમાંથી 8 લોકોને બહાર કાઢ્યા હતા.

મુલેરના મુસ્લિમ યુવાનોએ બાળકોને બચાવવા જીવ જોખમમાં મુક્યો

બાળકો ડૂબી જતા બુમરાણ મચી હતી. અવાજ સાંભળી નજીકમાં આવેલા મુલેર ગામના મુસ્લિમ યુવાનો સમુદ્ર કિનારે દોડી ગયા હતા. પોતાનો જીવ જોખમમાં મૂકી બાળકોનેસમુદ્રમાંથી બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા દોડધામ કરતા યુવાનો નજરે પડયા હતા.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

મુલેર ગામના સરપંચ અશરફ પટેલે જણાવ્યું હતું કે બાળકોને બચાવવા મુલેર ગામના લોકોએ શક્ય તેટલા પ્રયાસ કર્યા હતા. બાળકોને જીવન જોખમે બહાર કાઢી 108 કે અન્ય એમ્બ્યુલન્સનો ઇંતેજાર ન કરી ગામના લોકોએ પોતાના વાહનો સમુદ્ર કિનારા તરફ રવાના કરી બાળકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની પ્રથિક આપી હતી.

પોલીસ અને ગ્રામજનોએ પોતાના વાહનોમાં ડૂબી ગયેલા લોકોને સારવાર અપાવવા હોસ્પિટલ તરફ દોટ મૂકી

ગ્રામજનોએ પોતાના જીવ જોખમમાં મૂકી સર્ચ ઓપરેશન હાથ ધરી તમામ 8 લોકોને સમુદ્રમાંથી બહાર કાઢ્યા હતા. એમ્બ્યુલન્સ કે અન્ય તબીબી મદદનો ઇંતેજાર કર્યા વાગર સ્થાનિકો અને પોલીસકર્મીઓએ પોતાના વાહનોમાં ૫ બાળકો સહીત 8 લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટે હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી. માનવતાના આ પગલાંથી તમામનો તો જીવ ન બચ્યો પણ 2 બાળકીઓ ખતરા બહાર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : Breaking News: Bharuch: વાગરાના ગંધાર નજીક સમુદ્ર કિનારે રમતા બાળકો ભરતી સાથે તણાયા, 3 બાળકો સહિત 6 લોકોના મોત

ભરૂચ શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article